Happy Guru Purnima 2025: ગૂરુ પૂર્ણિમા પર કરીયે ગુરુ વંદના, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ…
Guru Purnima 2025 Wishes And Quotes Messages : ગુરુ પૂર્ણિમા અષાઢ પૂનમ તિથિ પર ઉજવાય છે. અહીં સુંદર ગુરુ પૂર્ણિમા શુભેચ્છા સંદેશ આપ્યા છે, જેના વડે તમારા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય છે અને પ્રિયજનોને ગુરુ પૂનમની હાર્દિક શુભકામના પાઠવી શકાય છે.
Guru Purnima 2025 Best Wishes and Greetings: ગુરુ પૂર્ણિમા 2025 શુભેચ્છા સંદેશ ગુરુ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. ગુરુ પ્રત્યે આદર, માન સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દર વર્ષે અષાઢ પુનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન સમાન માનવામાં આવે છે, પછી તે શાળામાં ભણાવનાર શિક્ષક હોય, આધ્યાત્મિક ગુરુ હોય કે તમારા મનગમતા વ્યક્તિ જેની પાસેથી તમે કંઇક શીખ્યું છે. અહીં સુંદર ગુરુ પૂર્ણિમા શુભેચ્છા સંદેશ આપ્યા છે, જેના વડે તમારા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય છે અને પ્રિયજનોને ગુરુ પૂનમની હાર્દિક શુભકામના પાઠવી શકાય છે. (Photo: Freepik)
ગુરુ એ જ નથી કે જે નિશાળમાં ભણાવે છે એ દરેક વ્યકિત ગુરુ છે જે તમને જીવનમાં અલગ અલગ પાઠ ભણાવે છે ગુરુ વિનાનું જીવન એકદમ વ્યર્થ કહેવાય છે ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના (Photo: Freepik)
સ્કૂલમાં પગ મૂક્યો હતો ત્યારે સાવ અજાણ્યા બનીને ગયા હતા અને સ્કૂલમાંથી બહાર પગ મૂક્યો ત્યારે એક અનોખો સબંધ સાથે લઈને જતા હતા હા એમની જ વાત કરું છું એ મારા ગુરુજી જેમણે ભણતરનો જ નહીં જીવનનો કક્કો પણ શિખવતા હતાં ભગવાન રૂપી ગુરુજનને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા Happy Guru Purnima 2025 (Photo: Freepik)