Dev Deepawali 2025 Wishes: દેવ દિવાળી શુભેચ્છા સંદેશ, કારતક પૂનમ અને ગુરુ નાનક જયંતિના પ્રકાશ પર્વની હાર્દિક શુભકામના
Happy Dev Diwali 2025 Wishes Greetings Messages : દેવ દિવાળી તહેવાર કારતક સુદ પૂનમ તિથિ પર ઉજવાય છે. અહીં તમારા માટે દેવ દિવાળી શુભેચ્છા સંદેશ, વોટ્સઅપ સ્ટેટ્સ, અવતરણો અને ફોટા આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી તમે આ પાવન તહેવારને યાદગાર બનાવી શકો છો.
Dev Deepawali 2025 Wishes : દેવ દિવાળી 2025 શુભેચ્છા સંદેશ હિન્દુ ધર્મમાં દેવ દિવાળી તહેવારનું ખાસ મહત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ કારતક સુદ પૂનમ તિથિ પર દેવો દિવાળી ઉજવે છે, તેથી તેને દેવ દિવાળી કહેવાય છે. આ દિવસે સ્નાન અને દાન, દીપ પ્રાગટ્ય અને દીપ દાન શુભ માનવામાં આવે છે. ઉપરાંત આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આજની ફાસ્ટ લાઇફમાં આજકાલ લોકો વોટ્સ્એપ મેસેજ સ્ટેટ્સ અને સોશિયલ મીડિયા પર તહેવારોની શુભેચ્છા પાઠવી છે. અહીં તમારા માટે દેવ દિવાળી શુભેચ્છા સંદેશ, વોટ્સઅપ સ્ટેટ્સ, અવતરણો અને ફોટા આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી તમે આ પાવન તહેવારને યાદગાર બનાવી શકો છો. (Photo: Freepik)
शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा । शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥ (અર્થાત: જે શુભ અને કલ્યાણ કરે છે, આરોગ્ય અને ધનસંપત્તિ આપે છે, શત્રુની બુદ્ધિનો નાશ કરે છે, તે દીપજ્યોતિને નમન છે.) દેવ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ Happy Dev Diwali 2025 (Photo: Freepik)
Guru Nanak Jayanti 2025 : ગુરુ નાનક જંયતિ 2025 કારતક પૂનમ હિંદુ ધર્મની સાથે સાથે શીખ ધર્મનો પણ મુખ્ય તહેવાર છે. આ તિથિ પર શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક જયંતી ઉજવાય છે. ગુરુ નાનકના પ્રાગટ્ય દિવસને પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુદ્વારમાં કિર્તન અને લંગર (ભોજન)નું ખાસ આયોજન કરવામાં આવે છે. (Photo : Freepik)