Dhanteras 2025 Wishes, Greetings and Messages In Gujarati : ધનતેરસ થી દિવાળી પર્વ શરૂ થાય છે. ધનતેરસ પર માતા લક્ષ્મી, કુબેર દેવ અને ધન્વંતરી દેવની પૂજા કરવામાં આવે છે. અહીં ધનતેરસ શુભેચ્છા સંદેશ, અવતરણો, ફોટા આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી ધનતેરસની શુભકામના પાઠવી શકાય છે.
Dhanteras 2025 Wishes : ધનતેરસ 2025 શુભેચ્છા સંદેશ ધનતેરસ એટલે દિવાળી પર્વનો પ્રથમ દિવસ છે. ધનતેરસ પર માતા લક્ષ્મી, ધનપતિ કુબેર દેવ અને દેવોના વૈધ ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ પર પૂજા કરવાથી ધરમાં લક્ષ્મીનો વાસ રહે છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. આજના વ્યસ્ત સમયમાં લોકો એકબીજાને મોબાઇલ પર વોટ્સઅપ મેજેસ અને સોશિયલ મીડિયા પર તહેવારોની શુભેચ્છા પાઠવે છે. અહીં ધનતેરસ શુભેચ્છા સંદેશ, અવતરણો, ફોટા આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી ધનતેરસ તહેવારી શુભકામના પાઠવી શકાય છે. ધનતેરસની આપ સૌને શુભેચ્છા (Photo: Freepik)
દિલમાં ખુશી અને ઘરમાં લક્ષ્મીનો વાસ હોય હીરા અને મોતીથી સજેલો તમારો તાજ હોય સુખ, શાંતિ અને સમૃદ્ધિ અવિરત હોય એવો ધનતેરસનો તમારો આ તહેવાર હોય ધનતેરસની હાર્દિક શુભેચ્છા Happy Dhanteras 2025 (Photo: Freepik)
માતા મહાલક્ષ્મી અને ધન અધિપતિ કુબેર દેવતા આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃદ્ધિ લાવે. ભગવાન ધનવંતરી આપને ઉત્તમ આશીર્વાદ પ્રદાન કરે અને સંકટોનો નાશ થાય અને શાંતિનો વાસ થાય એ જ પ્રાર્થના ધનતેરસની હાર્દિક શુભકામના (Photo: Freepik)
ધન, આરોગ્ય, સમૃદ્ધિ અને કીર્તિના મહાન પર્વ ધનતેરસ ની હાર્દિક શુભકામનાઓ. ભગવાન ધન્વંતરિની કૃપાથી આપ સૌ ધન અને સારા સ્વસ્થ રહો એ જ ભગવાનને પ્રાર્થના ધનતેરસ પર્વની શુભકામના (Photo: Freepik)