Happy Dussehra 2025: દશેરા અને વિજયાદશમી શુભેચ્છા સંદેશ; હૃદયમાં રાખો શ્રી રામનું નામ, અંદરના રાવણનો કરો સર્વનાશ
Dussehra 2025 Best Wishes, Greetings, images and Messages: શારદીય નવરાત્રીનો છેલ્લો દિવસે દશેરા એટલે વિજયાદશમી ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. અહીં દશેરા વિજયાદસમી શુભેચ્છા સંદેશ આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી આ દિવસને યાદગાર બનાવી શકાય છે.
Happy Dussehra 2025 Wishes and Messages : હેપ્પી દશેરા શુભેચ્છા સંદેશ દશેરા એટલે નવરાત્રીનો છેલ્લો દિવસ. આસો સુદ દસમ તિથિ પર દશેરાનો તહેવાર ઉજવાય છે. હિન્દુ ધર્મમાં દશેરાનું અનેરું મહત્વ છે. આ દિવસે ભગવાન શ્રીરામે રાક્ષણ રાવણનો વધ કર્યો હતો, આથી તેને વિજયાદશમી પણ કહેવાય છે. દશેરા, વિજયાદશમીનો તહેવાર અધર્મ પર ધર્મનો, અસત્ય પર સત્યનો અને પાપ પર પુણ્યના વિજયનો દિવસ છે. દશેરા પર રાવણ દહન કરવાની પરંપરા છે, જે વ્યક્તિની અંદર રહેતા કામ, મોહ, મદ અને લોભનો નાશ કરવાની પ્રેરણા આપે છે. અહીં દશેરા વિજયાદશમી શુભેચ્છા સંદેશ આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી આ દિવસને યાદગાર બનાવી શકાય છે. (Photo: Freepik)
જેવી રીતે રામે જીતી લીધી હતી લંકા એવી જ રીતે તમે પણ જીતો આખી દુનિયા આ દશેરાના તહેવાર પર મળી તમને દુનિયાભરની તમામ ખુશીઓ Happy Dussehra 2025 (Photo: Freepik)
રાવણ પર રામનો વિજય અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યનો વિજય અન્યાય પર ન્યાયનો વિજય પાપ પર પુણ્યનો વિજય અજ્ઞાન પર જ્ઞાનનો વિજય પ્રતિક સમાન વિજ્યાદશમી પર્વની શુભકામના Happy Dussehra 2025 (Photo: Freepik)