કૃષ્ણ જન્માષ્ટમી શુભેચ્છા સંદેશ કૃષ્ણ જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે. દર વર્ષે શ્રાવણ સુદ આઠમ તિથિ પર દેશભરમાં જન્માષ્ટમી ધામધૂમ પૂર્વક ઉજવાય છે. આ વખતે 26 ઓગસ્ટ પર જન્માષ્ટમી છે. જન્માષ્ટમી પર કૃષ્ણ મંદિર ઉપરાંત ઘરોમાં ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે. સમય સાથે તહેવારોની ઉજવણીની રીત પણ બદલાઇ છે. આજકાલ લોકો વોટ્સએપ મેસેજ મોકલી પોતાના સગા સંબંધી, પરિવારજન અને મિત્રોને શુભેચ્છા સંદેશ પાઠવે છે. જો તમે તમારા પરિવારજનો અને મિત્રોને જન્માષ્ટમીની શુભકામના પાઠવવા માંગો છો, તો અહીં ખાસ ઇમેજ સાથે જન્માષ્ટમી શુભેચ્છા સંદેશ રજૂ કરવામાં આવ્યા છે. જે તમે મારા પ્રિયજનને વોટ્સએપ મેસેજ કરી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના પાઠવી શકો છો.