Happy Labh Pancham (Panchami) 2024 Wishes Images, Quotes, Status, Wallpapers, Messages in Gujarati: લાભ પાંચમ નવા વર્ષે વેપાર ધંધો શરુ કરવા માટે ઉત્તમ શુભ મુહૂર્ત છે. દિવાળી તહેવારના ઉત્સાહ, આશા અને ઉમંગ વચ્ચે આ દિવસે વેપારીઓ પોતાનો વેપાર શરુ કરે છે. લાભ પાંચમ શુભેચ્છા સંદેશ,સ્ટેટ્સ, વોલપેપર્સ વડે તમારા પરિવારજનો, મિત્રો અને પ્રિયજનોને Happy Labh Pancham શુભકામના પાઠવો.
લાભ પાંચમ કેમ ઉજવાય છે લાભ પાંચમ કારતક સુદ પાંચમ તિથિ પર ઉજવાય છે. દિવાળી બાદ આવતી લાભ પાંચમ પર વેપારીઓ શુભ મુહૂર્તમાં દુકાન ખોલી મુહૂર્ત કરે છે, જેથી સમગ્ર વર્ષ દરમિયાન વેપાર ધંધામાં પ્રગતિ થાય. Happy Labh Pancham (Photo: Freepik)
લાભ પાંચમ એટલે જ્ઞાન પાંચમ લાભ પાંચમ ને જ્ઞાન પાંચમ પણ કહેવામાં આવે છે. જૈન ધર્મમાં જ્ઞાન પાંચમનું વિશેષ મહત્વ છે. આ દિવસે જ્ઞાન પ્રાપ્તિની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે. આ વખતે લાભ પાંચમ 6 નવેમ્બર 2024 બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પૂજાનો શુભ સમય સવારે 06:12 થી 10:08 સુધીનો રહેશે. આ સમય દરમિયાન લાભ પાંચમની પૂજા કરવી શુભ રહેશે. લાભ પાંચમની શુભકામના Happy Labh Pancham (Photo: Freepik)