Holi 2025: બરસાનામાં લઠ્ઠમાર તો ક્યાંક લડ્ડુ માર હોળી, મથુરા અને વૃંદાવનમાં હોળીની જબરદસ્ત ઉજવણી
Barsana Lathmar Holi 2025: હોળી ધુળેટી રંગોનો તહેવાર છે. બરસાના, મથુરા અને વૃંદાવનની હોળી દુનિયાભરમાં પ્રખ્યાત છે. રાધા કૃષ્ણના પ્રેમ પ્રતિક સમાન હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે.
હોળી 2025 હોળી હિન્દુ ધર્મનો પવિત્ર અને ખાસ તહેવાર છે. ફાગણ પુનમ તિથિ પર હોળી પ્રગટાવાય છે અને ત્યાર પછીના દિવસે ધુળેટી ઉજવાય છે. હોળી ધુળેટી રંગોનો તહેવાર છે. ખાસ કરીને રાધા કૃષ્ણના પ્રેમ પ્રતિક સમાન હોળીનો તહેવાર મથુરા, વૃંદાવન અને બરસાનામાં ધામધૂમથી ઉજવાય છે. (Photo: Social Media)
વ્રજમાં 40 દિવસ હોળીની ઉજવણી વ્રજ મંડળ એટલે ગોકુળ મથુરા વૃંદાવન અને બરસાનામાં 40 દિવસ સુધી હોળીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે.જેમા સૌથી ખાસ હોય છે બરસાનાની લઠ્ઠમાર હોળી, જે ફાગણ સુદ નોમ તિથિ પર મનાવાય છે. (Photo: Social Media)
બરસાનાની લઠ્ઠમાર હોળી બરસાનાની લઠ્ઠમાર હોળી દેશ દુનિયામાં પ્રખ્યાત છે. નંદ ગામથી હોળીનો રંગ લગાવવા આવેલા યુવકો પર બરસાનાની ગોપીઓ એટલે કે સ્ત્રીઓ તેમને લઠ્ઠ મારે છે. તો નંદગામના યુવકો બરસાનાની ગોપીઓના લઠ્ઠમારથી બચવાનો પ્રયાસ કરે છે. હોળી રમવા આવેલા નંદગામના યુવકોને હુરિયારો કહેવાય છે. (Photo: Social Media)
બરસાનાની સ્ત્રીઓના લઠ્ઠમારથી બચવા માટે યુવતો માથા પર જાડું કપડું વિંટે છે અને એક ઢાલ માથા પર રાખી પોતાનો બચાવ કરે છે. બરસાનાની મહિલાઓ પર સુંદર શણગાર સજે છે અને ઘુંઘટ તાણી નંદગામના યુવકો લઠ્ઠમાર કરે છે. (Photo: Social Media)
લઠ્ઠમાર દરમિયાન જો કોઇ હુરિયારોને લઠ્ઠ વાગે તો બરસાનાની મહિલાઓ તે પુરુષને સ્ત્રીના કપડાં પહેરાવી નચાવે છે. સમગ્ર માહોલ હસી મજાક અને નિશ્ચલ આનંદનો હોય છે. બરસાનાની લઠ્ઠમાર હોળી પરંપરાગત રીતે ઉલ્લાસ અને આનંદની ઉજવાય છે. (Photo: Social Media)
બરસાનામાં લડ્ડુ માર હોળી લડ્ડુ માર હોળી બરાસાના શ્રી લાડલી જી મંદિર એટલે કે રાધા રાની મંદિરમાં ઉજવાય છે. લડ્ડુ માર હોળી ફાગણ સુદર આઠ તિથિ પર ઉજવાય છે. પૌરાણિક કથા અનુસાર દ્વાપર યુગમાં બરસાનામાં હોળી ઉત્સવ આમંત્રણ લઇ સખીઓ નંદગામ ગઇ હતી. નંદ બાબાએ આમંત્રણ સ્વીકાર કર્યો અને પુરોહિતને બરસાનામાં રાધાજીના પિતા વૃષભાનજી પાસે મોકલ્યા. આ દરમિયાન રાધાજીની સખીયો એ પુરોહિત પર ગુલાબ ફેંક્યો. આવી સ્થિતિમાં પુરોહિત પાસે ગુલાલ ન હતો, તો તેમણે તેમની પાસે રહેલા લડ્ડુ સખીયો પર ફેંક્યા. એવું મનાય છે કે ત્યારથી લડ્ડુ માર હોળી શરૂ થઇ. વર્તમાનમાં બરસાાના રાધા રાણી મંદિરમાં એકબીજા પર લડ્ડુ ફેંકી લડ્ડુ માર હોળી મનાવાય છે. (Photo: Social Media)
વૃંદાવન અને મથુરામાં હોળી મથુરાના દ્વારકાધીશ મંદિર અને વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હોળીની ખાસ ઉજવણી થાય છે. અબીલ ગુલાબ અને ફુલો અને પાણી વડે હોળી રમાય છે. કૃષ્ણ ભક્તો હોળીના રંગમાં રંગાય છે, આકાશથી લઇ જમીન ચારેય બાજુ રંગ હોય છે. મહિલા હોય કે પુરુષ સૌ કોઇ રાધા કૃષ્ણની ભક્તિમાં રંગાઇ નાચે છે. (Photo: Social Media)