Janmashtami 2024: જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલ ઘરે લાવવા સૌથી શુભ, જાણો સ્થાપના વિધિ અને પૂજા નિયમ
Janmashtami 2024 Laddu Gopal Puja Vidhi Niyam: જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલ ઘર પર લાવવા શુભ હોય છે. જો કે ઘરમાં લડ્ડુ ગોપાલ લાવો ત્યારે ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે નહીંત્તર બાળ ગોપાલ નારાજ થઇ શકે છે.
જન્માષ્ટમી 2024 લાડુ ગોપાલ પૂજા વિધિ નિયમ જન્માષ્ટમી શ્રાવણ સુદ આઠમ પર ઉજવાય છે. આ તિથિ પર રાત્રે 12 વાગે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો, આથી તેને જન્માષ્ટમી કહેવામાં આવે છે. જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અર્ચના કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ઘરોમાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે. બાળ ગોપાલની સેવા પોતાના બાળકની જેમ કરવામાં આવે છે. લડ્ડુ ગોપાલ ખૂબ જ ખુશ છે અને દરેક દુઃખ અને પીડા દૂર કરી સુખ, સમૃદ્ધિ, ધન અને સંપત્તિનું વરદાન આપે છે. ઠાકુરજીની સેવા કરવાથી વ્યક્તિને સંતાન સુખ મળે છે. જો તમે પણ આ વર્ષે જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલ ઘરે લાવવાના છો તો જાણો બાળ ગોપાલ બિરાજમાન કરવાની સાચી વિધિ અને સેવા પૂજાના નિયમ (Image: Social Media)
લડ્ડુ ગોપાલ સ્થાપના કરવાની વિધિ બજાર માંથી લાવવામાં આવેલા લાડુ ગોપાલ શુદ્ધ કરવા સૌથી જરૂરી છે. તેથી લડ્ડુ ગોપાલને એક સ્વચ્છ મોટા વાસણમાં મૂકી શુદ્ધ પાણીમાં તુલસી પાન નાંખી સ્નાન કરાવો. હવે બાળ ગોપાલને પંચામૃતથી સ્નાન કરાવો. આ પછી શુદ્ધ પાણી વડે ફરી સ્નાન કરાવી સ્વચ્છ કરો. હવે લડ્ડુ ગોપાલને સુંદર વસ્ત્રો પહેરાવો. ભગવાન શ્રીકૃષ્ણને પીતાંબલ એટલે કે પીળા વસ્ત્ર પ્રિય છે, આથી જન્માષ્ટમીના દિવસે તેમને પીળા, કેસરી કે લાલ રંગના વસ્ત્ર પહેરાવા જોઇએ. મુગડ, હાર, કુંડળ, હાથમાં કડા અને પગમાં ઝાંઝર પહેરાવી તેમનો શ્રૃંગાર કરો. (Image: @laddu.gopal_creations)
વસ્ત્ર અને શ્રૃંગાર કર્યા બાદ હવે લડ્ડુ ગોપાલને પીળું ચંદન કે કેસરનું તિલક લગાવો. જો તમે ઇચ્છો તો ચંદન અને કેસરના મિશ્રણનું તિલક લગાવી શકો છો. તેમને તાજા ફુલો, માળા અર્પણ કરો. હવે તેમને હિંડોળામાં બિરાજમાન કરી ભોગ લગાવો. શ્રી કૃષ્ણને દૂધ, માખણ મિસરી અને પંજરી પ્રિય છે. ભોગમાં ફળ પણ ધરાવો. હવે ઘીનો દીપક અને ધૂપ પ્રગટાવો અને શંખ નાદ કરો. ત્યારબાદ શ્રી કૃષ્ણ મંત્રનો પાઠ અને શ્રી કૃષ્ણ ચાલીસા પાઠ કરી છેલ્લે ભગવાનનીઆરતી કરો. પૂજામાં કોઇ ભૂલ થઇ હોય તે માટે માફી માંગો. (Image: @laddu.gopal_creations)
લડ્ડુ ગોપાલને દરરોજ સ્નાન કરાવો અને શ્રૃંગાર કરો જો તમે પણ ઘરે લડ્ડુ ગોપાલ બિરાજમાન કર્યા છે, તો કેટલાક નિયમોનું ચોક્કસ પાલન કરો. તમારા ઘરે લડ્ડુ ગોપાલ છે તો તેમને દરરોજ સ્નાન કરાવો. આ સાથે તેમને દરરોજ સ્વચ્છ વસ્ત્રો પહેરાવો. આ સાથે જ તેમનો સુંદર શ્રૃંગાર પણ કરો. શ્રીકૃષ્ણનું સ્વરૂપ મન મોહી લે તેવુંછે. આથ તેમને રોજ નજર પણ ઉતારો. (Image: @laddu.gopal_creations)
લડ્ડુ ગોપાલ ને દિવસમાં ચાર વખત ભોગ ધરાવો લડ્ડુ ગોપાલ શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ છે. તેથી તેમને દિવસમાં ચાર પ્રહરનો ભોગ ધરવો જોઈએ. તેમને માખન મિસરી, ખીર, હલવો અને ફળ વગેરેનો ભોગ ધરાવો. દરરોજ ભોગ ધરવાની સાથે આરતી જરૂર કરો. (Image: @laddu.gopal_creations)
લડ્ડુ ગોપાલને ઘરમાં એકલા ન છોડો જો તમે ઘરમાં લડ્ડુ ગોપાલ બિરાજમાન કર્યા છે તો તમારે તેમને ક્યારેય પણ ઘરમાં એકલા ન છોડવા જોઈએ. કોઇએ ઘરમાં રહેવું જોઇએ. (Image: @laddu.gopal_creations)
તેમને કોઈ તીર્થ સ્થળ પર ન લઈ જાઓ જો તમે કોઈ તીર્થ સ્થળ વગેરેમાં જઈ રહ્યા છો તો બાલ ગોપાલ સાથે ન લઈ જવો જોઈએ, કારણ કે તેમની દરરોજ સ્નાન, ભોગ સહિત તમામ સેવા પૂજા કરવી જરૂરી છે. આથી તમે ક્યાંક બહાર જાવ તો લડ્ડુ ગોપાલ સાથે લઇ જવા નહીં, તેઓ રૂષ્ટ થઇ જશે. (Image: @laddu.gopal_creations)
રાત્રે શયન કરાવવાનું ભૂલશો નહીં લડ્ડુ ગોપાલને રાત્રે ભોગ લગાવ્યા બાદ તેમને દૂધ અર્પણ કરી શયન કરાવવુ જરૂરી છે. લડ્ડુ ગોપાલના શયન માટે પલંગ, ચાદર, ઓશિકા અને મચ્છરદાની વગેરે રાખવા જોઈએ, જેથી તેમની ઊંઘમાં કોઈ ખલેલ ન પડે. (Image: @laddu.gopal_creations) (ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. મહેરબાની કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
જન્માષ્ટમી 2024 તારીખ સમય જન્માષ્ટમી શ્રાવણ સુદ આઠમ તિથિ પર ઉજવાય છે. આ તિથિ પર ભગવાન શ્રીકૃષ્ણે મથુરાની જેલમાં અવતાર લીધો હતો. વર્ષ 2024માં જન્માષ્ટમી 26 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ વર્ષે જન્માષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 03:39 વાગ્યે શરૂ થાય છે અને 27 ઓગસ્ટના રોજ સવારે 02:19 વાગ્યે સમાપ્ત થાય છે. 26 ઓગસ્ટની મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. (Image: @laddu.gopal_creations)