Janmashtami travel tips : જન્માષ્ટમી પર 3 દિવસની રજામાં આ કૃષ્ણભૂમિની ચોક્કસ મુલાકાત લેવી, 6 જોવાલાયક સ્થળો
janmashtami mathura visit travel tips : જન્માષ્ટમી પર ત્રણ દિવસની રજાનો સારો ઉપયોગ થઈ શકે છે. આ રજાઓમાં જો તમે કૃષ્ણ મંદિરોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો મથુરા વૃંદાવનમાં કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીએ
Janmashtami travel tips : આ સપ્તાહના અંતમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ત્રણ દિવસની રજાનો પણ સારો મેળ છે. જન્માષ્ટમી પર ત્રણ દિવસની રજાનો સારો ઉપયોગ થઈ શકે છે. આ રજાઓમાં જો તમે કૃષ્ણ મંદિરોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો મથુરા વૃંદાવનમાં કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીએ,જેના વિશે જાણ્યા પછી તમને પણ ત્યાં જવાનું મન થશે. આ તે જગ્યાઓ છે જ્યાં કૃષ્ણજીનો જન્મ થયો હતો, આ તે જગ્યાઓ છે જ્યાં કાન્હાજીએ તેમનું બાળપણ વિતાવ્યું હતું, અહીં રાધાનું નગર પણ છે જેને જોવા લોકો આવે છે. ચાલો જાણીએ તે જગ્યાઓ વિશે. (photo-wikipedia)
શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર : શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર મથુરામાં આવેલું છે, તે રાજા કંસની જેલ હતી, જ્યાં દેવકી માતાએ કાન્હાને જન્મ આપ્યો હતો. હવે તેને એક ભવ્ય મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અહીં, જન્માષ્ટમી દરમિયાન, ભવ્ય ઝાંખીઓ, ભજન-કીર્તન અને રાત્રિ આરતી એક દિવ્ય અનુભવ આપે છે. (photo-wikipedia)
દ્વારકાધીશ મંદિર : મથુરાના સૌથી પ્રખ્યાત મંદિર દ્વારકાધીશ મંદિર છે, જ્યાં શ્રી કૃષ્ણની રાજવી રૂપમાં પૂજા કરવામાં આવે છે. અહીં આરતી અને ઝૂલાનો ઉત્સવ ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિર 1814માં ગ્વાલિયર રાજ્યના ખજાનચી શેઠ ગોકુલદાસ પરીખ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને ગ્વાલિયરના મહારાજા શ્રીમંત લતરાવ સિંધિયાએ મંદિર માટે મંજૂરી અને દાન આપ્યું હતું.(photo-Social media)
વિશ્રામ ઘાટ : મથુરામાં યમુના કિનારે આવેલો આ ઘાટ એ સ્થાન છે જ્યાં શ્રી કૃષ્ણે કંસનો વધ કર્યા પછી આરામ કર્યો હતો. અહીં આરતીમાં ભાગ લેવો એ એક દૈવી અનુભવ છે. મથુરાની પવિત્રતા વિશ્રામ ઘાટથી શરૂ થાય છે અને ત્યાંથી સમાપ્ત થાય છે. (photo-Social media)
બાંકે બિહારી મંદિર : કૃષ્ણ પ્રેમીઓ માટે સૌથી પ્રિય સ્થળ બાંકે બિહારીનું મંદિર છે, જે વૃંદાવનમાં છે. જન્માષ્ટમીના દિવસે અહીં ભારે ભીડ હોય છે, પરંતુ દર્શનનો આનંદ જોવા જેવો છે. પૌરાણિક કથાઓ અનુસાર, સ્વામી હરિદાસની ભક્તિથી પ્રસન્ન થઈને, ભગવાન કૃષ્ણ તેમની સમક્ષ પ્રગટ થયા અને તેમને બાંકે બિહારીની મૂર્તિ આપી. વૃંદાવનના નિધિવનમાં ભજન ગાતા સ્વામી હરિદાસે નિધિવનમાં બાંકે બિહારીની મૂર્તિ સ્થાપિત કરી, જે 1864 માં સ્થાનાંતરિત કરવામાં આવી અને એક મંદિર બનાવવામાં આવ્યું.(photo-Social media)
સેવા કુંજ : વૃંદાવનમાં સેવા કુંજને નિકુંજ વન તરીકે પણ ઓળખવામાં આવે છે, આ તે સ્થાન છે જ્યાં ભગવાન કૃષ્ણ રાધા રાણી અને ગોપીઓ સાથે રાસલીલા કરતા હતા. આ સ્થળની દિવ્યતા અને રહસ્ય આ સ્થાનને ખાસ બનાવે છે.(photo-Social media)
ઇસ્કોન મંદિર વૃંદાવન : ઇસ્કોન મંદિરમાં આધુનિકતા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળે છે. અહીં ભજન સાંજ અને કૃષ્ણ જન્માષ્ટમીનો કાર્યક્રમ જોવા લાયક છે. આ મંદિર જેટલું ભવ્ય છે, તેટલું જ કૃષ્ણ જન્માષ્ટમીના ખાસ પ્રસંગે વધુ ભવ્યતા જોઈ શકાય છે.(photo-Social media)
તમે અહીં કેવી રીતે પહોંચી શકો છો? ઘણા શહેરોમાંથી મથુરા માટે બસ અથવા ટ્રેન સેવા ઉપલબ્ધ છે. તમે અમદાવાદથી ખાનગી બસ કે ટ્રેન દ્વારા મથુરા જઈ શકો છો, આ બધા ઉપરાંત તમે જાતે વાહન ચલાવીને પણ ત્યાં જઈ શકો છો. મથુરા પહોંચ્યા પછી, તમે નજીકના બધા મંદિરોના દર્શન માટે ઓટો રિક્ષા અથવા ટેક્સી બુક કરી શકો છો.(photo-Social media)