Happy Karwa Chauth 2025 : કરવા ચોથ શુભેચ્છા સંદેશ; હાથો મેં લે પૂજા કી થાલી આઈ રાત સુહાગો વાલી…
Karwa Chauth 2025 Wishes and Greetings : કરવા ચોથ વ્રત પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે કરે છે. અહીં કરવા ચોથ શુભેચ્છા સંદેશ શાયરી, ફોટા, વોટ્સએપ સ્ટેટ્સ અવતરણો આપ્યા છે, જે તમારી પ્રિય મહિલાઓને મોકલી આ દિવસને યાદગાર બનાવી શકાય છે.
Karwa Chauth 2025 Wishes and Messages : કરવા ચોથ 2025 શુભેચ્છા સંદેશ કરવા ચોથ પરિણીત મહિલા માટે ખાસ દિવસ હોય છે. આસો વદ ચોથ તિથિ પર પરિણીત મહિલા પતિની લાંબી ઉંમર અને પ્રેમાણ લગ્નજીવન માટે કરવા ચોથ વ્રત કરે છે. કરવા ચોથ વ્રતમાં મહિલા આખો દિવસ કંઇ પણ ખાધા પીધા વગર આખો દિવસ ઉપવાસ કરે છે. ત્યારબાદ સાંજે કરવા ચોથની વ્રત કથા સાંભળે છે. છેલ્લે ચંદ્રની પૂજા કરી, પતિના હાથે પાણી પી કરવા ચોથ વ્રત તોડ છે. આજના આધુનિક સમયમાં લોકો સોશિયલ મીડિયા પર એકબીજાને તહેવારોની શુભેચ્છા પાઠવે છે. અહીં કરવા ચોથ શુભેચ્છા સંદેશ શાયરી આપી છે, જે તમારી પ્રિય મહિલાઓને મોકલી કરવા ચોથની શુભકામના પાઠવી શકાય છે. (Photo: Social Media)
આખો દિવસ છે આજે અમારો ઉપવાસ પતિ આવે જલ્દી એ જ છે આસ ના તોડશો અમારો આ વિશ્વાસ આજે છે કરવા ચોથ ના કરશો અમારો ઉપહાસ કરવા ચોથની શુભેચ્છા Happy Karwa Chauth (Photo: Freepik)
જો અમને તમારી એક ઝલક મળી જાય તો અમારું આ વ્રત સફળ થાય અમે તો બેઠા છીએ તમારી રાહ જોઈને તમે આવો અને અમારા ઉપવાસ પુરા કરો કરવા ચોથની શુભકામના Happy Karwa Chauth (Photo: Social Media)