નેપાળમાં આજે પણ જીવિત છે આ દેવી, દર્શન કરવા લોકો દૂર-દૂરથી આવે છે
નેપાળી ધાર્મિક પરંપરાઓમાં જીવિત દેવી કે કુમારી દેવીની પૂજા કરવાની પરંપરા છે. જેમને સાક્ષાત માતા કાલી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દેવીઓ લોકોને આપત્તિથી બચાવે છે. આ કારણથી નેપાળના લોકોમાં આ દેવી પર અતૂટ શ્રદ્ધા છે
નેપાળમાં એક જીવિત દેવી છે જેમને લોકો કુમારી કહે છે. આજે જ્યાં ભગવાન કે દેવી આ ધરતી પર નથી ત્યાં નેપાળમાં જીવિત દેવી છે જેમના દર્શન માટે લોકો દૂર-દૂરથી આવે છે. (Photo: Indian Express)
નેપાળી ધાર્મિક પરંપરાઓમાં જીવિત દેવી કે કુમારી દેવીની પૂજા કરવાની પરંપરા છે. જેમને સાક્ષાત માતા કાલી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દેવીઓ લોકોને આપત્તિથી બચાવે છે. આ કારણથી નેપાળના લોકોમાં આ દેવી પર અતૂટ શ્રદ્ધા છે.(Photo: Indian Express)
એવું માનવામાં આવે છે કે કુમારી દેવી પર દેવી તાલેજુ અથવા દુર્ગાનો પડછાયો છે. 2015માં નેપાળમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે બધુ નાશ પામ્યું હતું પરંતુ કુમારી દેવીના મંદિરને નુકસાન થયું ન હતું. (Photo: Chanira Bajracharya/Insta)
નેપાળમાં મહાકાળીનું સ્વરૂપ માનવામાં આવતી જીવિત દેવી શાક્ય અથવા વજ્રચાર્ય જાતિની હોય છે. નેપાળમાં 11 દેવીઓ હોય છે, જેમાંથી 'કુમારી દેવી' કે 'રોયલ દેવી' સૌથી મુખ્ય માનવામાં આવે છે. કુમારી દેવીની પસંદગી કરતી વખતે છોકરીઓને 32 ખૂબ જ મુશ્કેલ પડકારોમાંથી પસાર થવું પડે છે. (Photo: Chanira Bajracharya/Insta)
આ માટે બાળકીની જન્મ કુંડળી અને ગ્રહોની સ્થિતિ પણ જોવામાં આવે છે. નેપાળમાં આ બાળકીઓને અવિનાશીનો દરજ્જો આપવામાં આવ્યો છે. કુમારી દેવી બન્યા પછી છોકરીઓ કુમારી ઘરમાં રહે છે જ્યાં તેમની દરરોજ પૂજા કરવામાં આવે છે. (Photo: Kumari – Living Goddess of Nepal/FB)
કુમારી દેવી અન્ય બાળકોની જેમ રમી શકતી નથી અને ઘરની બહાર પણ જઈ શકતી નથી. તેઓ ખાસ પ્રસંગોએ જ ઘરની બહાર નીકળે છે. આ સાથે તેમના પગ જમીનને સ્પર્શવા જોઈએ નહીં. તેમને પાલખીમાં ઘરની બહાર કાઢવામાં આવે છે. (Photo: Kumari – Living Goddess of Nepal/FB)
આ છોકરીઓને 3 વર્ષની ઉંમરથી પરિવારમાંથી દૂર કરવામાં આવે છે અને જ્યાં સુધી તેઓના માસિક ધર્મ શરૂ ના થાય ત્યાં સુધી કુમારી દેવીના પદ પર રહે છે. (Photo: Chanira Bajracharya/Insta)
પસંદગી દરમિયાન છોકરીઓને અંધારાવાળી રૂમમાં લઈ જવામાં આવે છે જ્યાં તેમની સામે ભેંસનું કપાયેલું માથું મુકવામાં આવે છે. રાક્ષસના પોશાક પહેરેલા પુરુષો તેમની સામે નૃત્ય કરે છે. આ દ્રશ્ય ખૂબ જ ભયાનક છે. જે છોકરી આ દ્રશ્ય જોઈને વિચલિત થતી નથી અને નિર્ભયતાથી તેનો સામનો કરે છે તેને કુમારી દેવીનો દરજ્જો આપવામાં આવે છે. (Photo: Chanira Bajracharya/Insta)