Maha Kumbh 2025: મહા કુંભ મેળામાં શાહી સ્નાન, મહિલા નાગા સાધુ, સંતો અને વિદેશી નાગરિકોએ લગાવી ડુબકી
Prayagraj Maha Kumbh Mela 2025 Shahi Snan: મહા કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. શાહી અમૃત સ્નાનના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં મોટી સંખ્યામાં નાગા સાધુ અને સંતો સાથે વિદેશી નાગરિકોએ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી છે.
પ્રયાગરાજ મહા કુંભ મેળો 2025 મહા કુંભ મેળો 2025 પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. કુંભ મેળામાં સ્નાન કરવા દેશભરમાંથી સાધુ સંતો સહિત સામાન્ય લોકો અને વિદેશી નાગરિકો પણ આવ્યા છે. (Express Photo:)
મહા કુંભ મેળામાં શાહી અમૃત સ્નાન કુંભ મેળામાં શાનહી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. કુંભ મેળા 2025માં 6 માંથી 4 શાહી અમૃત સ્નાન થઇ ગયા છે. હવે માત્ર 2 શાહી સ્નાન બાકી છે. 12 ફેબ્રુઆરી પર મહા માસની પુનમ અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર શાહી અમૃત સ્નાન સાથે મહા કુંભ મેળો સમાપત થશે. (Express Photo:)
મહા કુંભ મેળામાં શાહી સ્નાનનું મહત્વ માન્યતા મુજબ મહા કુંભ મેળા દરમિયાન શાહી સ્નાન અને અમૃત સ્નાન કરવાથી પાપ માંથી મુક્તિ મળે છે. પવિત્ર ત્રિવેણી સંગમમાં બ્રહ્મ મુહૂર્તમાં શાહી સ્નાન થાય છે. શાહી સ્નાનના દિવસે પહેલા સાધુ સંતો સ્નાન કરે છે અને ત્યારબાદ સામાન્ય લોકો સ્નાન કરે છે. (Express Photo:)
વસંત પંચમી પર મહા કુંભમાં શાહી સ્નાન તાજેતરમાં 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી પર મહા કુંભ મેળામાં શાહી સ્નાન થયું હતું. વસંત પંચમી પર મોટી સંખ્યામાં સાધુ સંતો અને સામાન્ય લોકોએ શાહી સ્નાન કરવાનો લાભ મેળવ્યો હતો. (Express Photo:)
મહા કુંભ મેળામાં સાધુ સંતોનો મેળાવડો મહા કુંભ મેળામાં સ્નાન કરવાની પહેલા સાધુ સંતો ખાસ તૈયારીઓ કરે છે. વાજતે ગાજતે શણગારેલી બગી, વાહનોમાં સાધુ સંતો શાહી સ્નાન કરવા નદી ઘાટ પર આવે છે. (Express Photo:)
મહા કુંભ મેળામાં નાગા સાધુ આકર્ષણનું કેન્દ્ર મહા કુંભ મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર રહે છે. શાહી સ્નાન કરવાની પહેલા નાગા સાધુઓ 17 શણગાર કરે છે, જેમા મુખ્ય હોય છે ભસ્મનો શણગાર. નાગા સાધુઓ માટે ભસ્મ સૌથી મહત્વ હોય છે. સ્નાન કરવાન પહેલા નાગા સાધુઓ આખા શરીર પર ભસ્મ લગાવે છે. માથામાં લાંબી જટા અને ગળામાં રુદ્રાક્ષની માળા હોય છે. અમુક નાગા સાધુઓ ત્રિશુલ, તલવાર, કટાર જેવા શસ્ત્ર સાથે આવે છે. (Express Photo:)
મહા કુંભ મેળામાં નાગા સાધુની દીક્ષા નાગા સાધુઓ મહા કુંભ મેળાનો અભિન્ન અંગ છે. સૌથી ખાસ વાત એ છે કે, મહા કુંભ મેળા દરમિયાન જ નાગા સાધુની દીક્ષા આપવામાં આવે છે. કહેવાય છે કે, પ્રયાગરાજ કુંભ મેળામાં 5000થી વધુ લોકોને સંન્યાસી અને નાગા સાધુની દીક્ષા આપવામાં આવી છે, જેમા નાના બાળકથી લઇ મોટી ઉંમરના પુરુષો પણ છે. (Express Photo:)
મહા કુંભ મેળામાં મહિલા નાગા સાધુ પુરુષ નાગા સાધુ જેમ મહિલા નાગા સાધુઓ પણ મોટી સંખ્યામાં મહા કુંભ મેળામાં સ્નાન કરે છે. મહિલા નાગા સાધુઓ શરીર પર કેસરી રંગનું સિલાઇ વગરના વસ્ત્ર પહેરે છે, તેને ગંટી કહેવાય છે. મહિલા નાગા સાધુઓ પણ શરીર પર ભસ્મ લગાવે છે. (Express Photo:)
મહા કુંભ મેળામાં વિદેશી નાગરિકો મહા કુંભ મેળામાં માત્ર ભારતમાંથી જ નહીં વિદેશ માંથી પણ મોટી સંખ્યામાં સ્નાન કરવા આવે છે. ભગવા વસ્ત્ર પહેરે છે અને કડક નીતિ નિયમ પણ પાળે છે. મહા કુંભ મેળામાં કલ્પ વાસ કરવાનું પણ મહત્વ હોય છે. કલ્પ વાસ દરમિયાન વ્યક્તિએ મહા કુંભ મેળામાં નદી કિનારે જ રહેવાનું હોય છે, બ્રહ્મચર્યનું પાલન, પૂજા પાઠ, સાધના, શાસ્ત્રનું વાંચન, ગુરુની સેવા અને સાત્વિક ભોજન કરવાનું હોય છે. (Express Photo:)