મહાશિવરાત્રી પર ભૂલીને પણ ના કરો આ 7 કામ, ભગવાન શિવને ખુશ કરવા માટે કરો આ ઉપાય
Maha Shivratri 2025 : મહાશિવરાત્રી નિમિત્તે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે કેટલાક કાર્યો પ્રતિબંધિત છે. આ કરવાથી મહાદેવ નારાજ થઈ શકે છે.
Maha Shivratri 2025: મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી 2025ના રોજ મનાવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. (Photo: Indian Express)
મહાશિવરાત્રી નિમિત્તે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે કેટલાક કાર્યો પ્રતિબંધિત છે. આ કરવાથી મહાદેવ નારાજ થઈ શકે છે. (Photo: Indian Express)
મહાશિવરાત્રીના દિવસે તામસિક વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. આવા લોકોને પૂજાનું ફળ મળતું નથી. આ સાથે મહાશિવરાત્રીના દિવસે લડાઇ-ઝઘડો ન કરવો જોઈએ અને કોઇને દુખ પહોંચાડવું ન જોઈએ. (Photo: Indian Express)
એવી પણ માન્યતા છે કે સવારે પૂજા કર્યા પછી દિવસ દરમિયાન ઊંઘવું ન જોઈએ. મહાશિવરાત્રીના દિવસે પૂજા દરમિયાન શિવલિંગ પર તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ. (Photo: Indian Express)
મહાશિવરાત્રી પર ભગવાન શિવને ફૂલો ચઢાવવા શુભ માનવામાં આવે છે, પરંતુ આ દિવસે ભૂલથી પણ કમળ, કનેર અને કેતકીના ફૂલો ચઢાવવા જોઈએ નહીં. (Photo: Indian Express)
મહાશિવરાત્રીના દિવસે શું કરવું જોઈએ? મહાશિવરાત્રીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. આ પછી ગંગાજળ છાંટીને મંદિરને શુદ્ધ કરો. (Photo: Indian Express)
પૂજા દરમિયાન મહાદેવને ખાસ વસ્તુઓથી અભિષેક કરવાથી ઇચ્છિત ફળ મળી શકે છે. આ સાથે તમે આ દિવસે શિવ ચાલીસા અને મંત્રોનો જાપ પણ કરી શકો છો. (Photo: Indian Express)