Navratri 2024: નવરાત્રીના 9 દિવસ આ રંગના વસ્ત્ર પહેરવા અતિ શુભ, જાણો
Navratri 2024 Lucky Colours For 9 Days In Navratri: નવરાત્રીના નવ દિવસ દરમિયાન 9 રંગના વસ્ત્ર પહેરવાની માન્યતા છે. માન્યતા અનુસાર માતાજીના નવ દુર્ગા સ્વરૂપને અલગ અલગ રંગના વસ્ત્ર પસંદ છે. આથી પૂજા આરાધના દરમિયાન માતાજીને પ્રિય રંગના વસ્ત્ર ધારણ કરવા શુભ માનવામાં આવે છે.
નવરાત્રી 2024 તારીખ નવરાત્રી હિન્દુ ધર્મ વિશેષ મહત્વ ધરાવે છે. આ વખતે શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024થી શરૂ થાય છે. નવરાત્રીમાં નવ દિવસ દરમિયાન માતાજીના વિવિધ 9 સ્વરૂપ એટલે કે નવ દુર્ગાની પૂજા કરવામાં આવે છે. નવ દુર્ગા માતાજીના સ્વરૂપ અને વસ્ત્રના રંગ અલગ અલગ હોય છે. પૂજા આરાધના દરમિયાન વસ્ત્રના રંગનું પણ ખાસ મહત્વ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન અમુક ખાસ રંગના વસ્ત્ર પહેરા શુભ હોય છે. તો ચાલ જાણીયે નવરાત્રીના નવ નોરતાં દરમિયાન ક્યા દિવસે ક્યા રંગના વસ્ત્ર પહેરવા શુભ માનવામાં આવે છે. (Photo: Freepik)
નવરાત્રી 2024 પ્રથમ નોરતું નવરાત્રીના પહેલા નોતરે નવ દુર્ગા માતાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી દેવી સફેદ વસ્ત્ર ધારણ કરે છે. આ દિવસે સફેદ રંગના વસ્ત્રો ધારણ કરી પૂજા કરવી શુભ માનવામાં આવે છે. (Photo: @saree_collaction)
નવરાત્રી 2024 બીજું નોરતું નવરાત્રીના બીજા નોતરે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિણી માતા શ્વેત વસ્ત્ર ધારણ કરે છે. નવરાત્રીના બીજા દિવસે પણ પૂજામાં સફેદ રંગના વસ્ત્રો પહેરવાની માન્યતા છે. (Photo: @saree_collaction)
નવરાત્રી 2024 ત્રીજું નોરતું નવરાત્રી 2024ના ત્રીજા નોતરે માતા ચંદ્રઘંટાની પૂજન કરવામાં આવે છે. માતાને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. આથી આ દિવસે લાલ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. (Photo: @saree_collaction)
નવરાત્રી 2024 ચોથું નોતરું નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે ઘેરા વાદળી અથવા જાંબલી રંગના કપડાં પહેરી શકે છે. (Photo: @saree_collaction)
નવરાત્રી 2024 પાંચમું નોરતું નવરાત્રીનો પાંચમા નોતરે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીળા કે સફેદ વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. (Photo: @saree_collaction)
નવરાત્રી 2024 છઠ્ઠું નોરતું નવરાત્રીના છઠ્ઠા નોરતે દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. (Photo: @saree_collaction)
નવરાત્રી 2024 સાતમું નોરતું નવરાત્રીના સાતમાન નોરતે માતા કાલ રાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા કાલ રાત્રીનું સ્વરૂપ નીલવર્ણ છે. આથી આ દિવસે વાદળી, જાંબલી રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. (Photo: @saree_collaction)
નવરાત્રી 2024 આઠમું નોરતું નવરાત્રીના આઠમા નોરતે મહા ગૌરી માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સફેદ કે આછા જાંબલી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. (Photo: @saree_collaction)
નવરાત્રી 2024 નોમવું નોરતું નવરાત્રીની નોમ એટલે છેલ્લા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે લીલા રંગના કપડા પહેરવા જોઈએ. (Photo: @saree_collaction)