Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/premanand-maharaj-satsang-viral-video.jpg)
પ્રેમાનંદ મહારાજ વૃંદાવનના પ્રખ્યાત સંત છે અને સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ છે. સામાન્ય વ્યક્તિથી લઇ સેલિબ્રિટ પણ તેમના શરણે આવે છે. સત્સંગ દરમિયાન પ્રેમાનંદ મહારાજ લોકોના સવાલનો તાર્કિક જવાબ આપે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમા એક અનુયાયી પ્રેમાનંદ મહારાજને પ્રશ્ન પુછે છે કે, ઘરમાં કુતરો રાખવો જોઇએ કે નહીં? જાણો શ્રી હિત પ્રેમાનંદ ગોવિંગ શરણ મહારાજે શું જવાબ આપ્યો. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/pet-dog.jpg)
આજકાલ લોકોને ઘરમાં કુતરા પાળવો શોખ વધ્યો છે. ભારતમાં પણ લોકો દેશી અને વિદેશી વિવિધ કુતરાઓ પાળવે છે. કુતરાને રાખવા માટે લોકો દર મહિને હજારો રૂપિયા ખર્ચ કરે છે. ઘણા લોકો સવાર સાંજે વોક કરવા જાય ત્યારે પેટ ડોગને સાથે લઇ જાય છે. ઘરમાં પેટ ડોગ રાખવાને સામાજીક રીતે સ્ટેટ્સ સિમ્બોલ તરીકે જોવામાં આવી છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/premanand-maharaj-Photos.jpg)
પ્રેમાનંદ મહારાજનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે, ઘરમાં કૂતરો રાખવો જોઈએ કે નહીં. આ સવાલના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે, તમે કૂતરો પાળ્યો છે અને તેને પંપાળી રહ્યા છો અને પ્રેમ કરી રહ્યા છો, તે કરવું જોઈએ. કારણ કે ઈશ્વરે તમામ જીવોનું સર્જન કર્યું છે. માટે દરેકને જીવવાનો અધિકાર છે અને દરેકને પ્રેમ મળવો જોઈએ. પરંતુ તે તેની પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ. કૂતરાને ખાવાનું આપો અને બીમાર પડે તો તેને દવા આપો. પરંતુ એવું નથી કે તમે તેને તમારા રસોડામાં લઈ જઈ રહ્યા છો અને તેની સાથે સૂઈ રહ્યા છો. કૂતરો ઘરનો ડોરકીપર છે. માટે કૂતરાને ઘરના દરવાજા પર જ રાખવો જોઈએ. કારણ કે તમારે શાસ્ત્રોની સાથે જ જવું પડશે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Premanand-Maharaj-Satsang-1.jpg)
પ્રેમાનંદ મહારાજ વૃંદાવનના પ્રખ્યાત સંત છે અને રાધા રાણીના પરમ ભક્ત છે. તેઓ સરળ શબ્દોમાં લોકોને આધ્યાત્મિક જ્ઞાન આપે છે. તેમનો જન્મ કાનપુરના સરસો ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ શંભુ પાંડે અને માતાનું નામ રામ દેવી છે. પ્રેમાનંદ મહારાજ નાનપણમાં સંસાર ત્યાગ કરી ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. પ્રેમાનંદ મહારાજના ગુરુનું નામ શ્રી ગૌરાંગી શરણજી મહારાજ છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us