Raksha Bandhan History: રક્ષાબંધન સૌપ્રથમ પત્ની એ પતિને બાંધ્યું રક્ષાસૂત્ર અને આ રીતે શરૂ થયો ભાઈ બહેનનો તહેવાર, જાણો પૌરાણિક કથા
Raksha Bandhan 2024: રક્ષાબંધન શ્રાવણ પૂનમ પર ઉજવાય છે. ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધનની શરૂઆત એક પત્ની દ્વારા તેના પતિની રક્ષા માટે રક્ષાસૂત્ર બાંધવાથી થઇ હતી. ચાલો જાણીયે રક્ષાબંધનની પૌરાણિક કથા વિશે
રક્ષાબંધન બહેન ભાઈનો પવિત્ર તહેવાર છે. રક્ષાબંધન શ્રાવણ પુનમ પર ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં રક્ષાબંધન 19 ઓગસ્ટ 2024, સોમવારના રોજ છે. રક્ષાબંધન તહેવારનો ઈતિહાસ ઘણો જૂનો છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, રક્ષાબંધનની કહાણી દેવ અને દાનવ યુદ્ધ સાથે સંકળાયેલી છે. ભલે હાલ રક્ષાબંધન બહેન ભાઇનો તહેવાર હોય પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે, માન્યતા અનુસાર પત્ની પતિની રક્ષા માટે સૌ પ્રથમવાર શ્રાવણ પૂનમ પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું. (Photo Source: Bing AI Image Creator)
ઘણા વિચાર કર્યા બાદ દેવી શચીએ તપસ્યા શરૂ કરી. તેનાથી એક રક્ષણાત્મક સૂત્ર પ્રાપ્ત થયું. દેવી શચીએ આ રક્ષાસૂત્ર ઈન્દ્રના કાંડા પર બાંધ્યું હતું. યોગાનુયોગ તે દિવસ શ્રાવણ પૂમનમ હતો. (Photo Source: Bing AI Image Creator)
રક્ષાસૂત્ર બાંધતાની સાથે જ દેવતાઓની શક્તિ વધી અને તેઓ રાક્ષસોને હરાવવામાં સફળ થયા. એવું કહેવાય છે કે ત્યારથી, પત્નીઓએ યુદ્ધમાં જીત માટે તેમના પતિના કાંડા પર રક્ષાસૂત્ર બાંધવાનું શરૂ કર્યું. (Photo Source: Bing AI Image Creator)
દ્વાપર યુગમાં, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ શિશુપાલનો વધ કરવા માટે સુદર્શન ચક્ર ચલાવ્યું હતું, શિશુપાલનો વધ કર્યા બાદ સુદર્શન ચક્ર શ્રી કૃષ્ણની આંગળી પર પાછું આવ્યું. (Photo Source: Bing AI Image Creator)
સુદર્શન ચંદ્રના કારણે શ્રી કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ અને આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું. આંગળીમાંથી લોહી નીકળતું જોઈ દ્રૌપદીએ તેની સાડીનો એક છોડો ફાડી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. (Photo Source: Bing AI Image Creator)
શ્રી કૃષ્ણએ દ્રૌપદીને વચન આપ્યું હતું કે જ્યારે સમય આવશે ત્યારે તે આ સાડીના છેડાનું ઋણ ચૂકવશે. આ વચન અનુસાર જ્યારે ભરી સભામા દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઇ રહ્યુ હતુ ત્યારે શ્રી કૃષ્ણએ તેની લાજ બચાવવા હજારો મીટર લાંબી સાડીથી ઢાંકી દીધી હતી. (Photo Source: Bing AI Image Creator)
એવું કહેવાય છે કે જે દિવસે દ્રૌપદીએ શ્રી કૃષ્ણની આંગળી પર સાડીનો ટુકડો બાંધ્યો હતો તે દિવસે શ્રાવણ પૂનમ હતી. આ પછી જ રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક બની ગયું. (Photo Source: Bing AI Image Creator)