Ayodhya Ram Navami 2025: રામ નવમી પર રામ લલાને સૂર્ય તિલક, રામ જન્મોત્સવ પર અયોધ્યા ભક્તિમય
Ayodhya Ram Navami 2025: રામ નવમી પર અયોધ્યામાં રામ લલાના કપાળ પર સૂર્ય તિલક થયું હતું. આ દ્રશ્ય આસ્થા અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ છે. ભગવાન રામના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા રામ મંદિર પહોંચ્યા હતા.
Ayodhya Ram Navami 2025: અયોધ્યામાં રામ મંદિરની ઉજવણી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ દર વર્ષે રામ નવમી પર બપોરે 12 વાગે રામ લલાની મૂર્તિ પર સૂર્ય તિલક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સૂર્યના કિરણોને પહોંચાડવા માટે લેન્સ અને અરીસાઓના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે અયોધ્યામાં રામ લલ્લાના કપાળ પર સૂર્ય તિલક તરીકે કરવામાં આવે છે. તમને જણાવી દઇયે કે, હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર સુદ નોમ તિથિ પર રામ નવમી મનાવવામાં આવે છે. (Photo: @ShriRamTeerth)
અયોધ્યામાં રામ લલાના કપાળ પર સૂર્યતિલક સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીયે તો, મંદિરના ઉપરના ભાગ પર કાચ પર સૂર્યના કિરણો પડ્યા. અહીંથી સૂર્ય કિરણો પ્રતિબિંબિત થઇ પિત્તળની પાઇપ સુધી પહોંચ્યા. પાઇપમાં લાગેલા કાચથી અથડાયા બાદ 90 ડિગ્રીના ખૂણા પર કિરણોના એંગલ બદલાયા હતા. વર્ટિકલ પિત્તળની પાઇપમાં 3 લેન્સના કિરણો આગળ વધી ગર્ભગૃહમાં લગેલા કાચ પર અથડાયા. અહીંથી 90 ડિગ્રીનો એંગલ બનાવી 75 મિલિમીટરના તિલરના સ્વરૂપે રામલલાના કપાળ પર સૂર્યતિલક કરવામાં આવે છે. (Photo: @ShriRamTeerth)
રામ નવમી પર રામ લલ્લાનો દિવ્ય અભિષેક રામ નવમી પર અયોધ્યા રામ મંદિરમાં પ્રભુ રામ લલ્લાનો દિવ્ય અભિષેક, શણગાર કરવામાં આવે છે. આ વખતે પણ રામ લલ્લાનો પવિત્ર જળ અને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સુંદર વસ્ત્રો અને આભૂષણોથી રામ લલ્લાની મૂર્તિને અલંકૃત કરવામાં આવી હતી. (Photo: @ShriRamTeerth)
અયોધ્યા રામ મંદિરમાં ખાસ પૂજા રામ નવમી નિમિત્તે અયોધ્યા રામ મંદિરમાં 1 હજારથી વધુ વિદ્વાનોએ લગભગ 1 લાખ મંત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં, રોજ ત્રણ કલાકનો હવન પણ કરવામાં આવી હતો. આ કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય થઇ ગયું હતુ. રામ નવમી પર આ વર્ષે અયોધ્યા વહીવટીતંત્ર દિવસભર 20થી 30 લાખ શ્રદ્ધાળુઓની આશા વ્યક્ત કરી હતી. અધિકારીઓએ સુરક્ષા અને ભીડના સંચાલન માટે વધુ સારી વ્યવસ્થા કરી હતી. આ મંદિરને ફૂલોની સજાવટ, વાઇબ્રન્ટ લાઇટ્સ અને ઉત્સવની ભાવનાથી શણગારવામાં આવ્યું હતું. (Photo: @ShriRamTeerth)
અયોધ્યા રામ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર અયોધ્યામાં ઘણી જગ્યાએ એલઇડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થે આવતા ભક્તોને પાણીની બોટલો આપવામાં આવી રહી છે. લોકોને તડકામાં ઊભા ન રહેવું પડે તે માટે હનુમાનગઢીની આસપાસ કામચલાઉ તંબુની વ્યવસ્થા કરવામાં આવી છે. (Photo: @ShriRamTeerth)