Ram Navami Wishes Messages Images Shubhechha Sandesh : રામ નવમીની શુભકામનાઓ પાઠવી ભગવાન રામના જન્મોત્સવને (Ram Navami) વધુ યાદગાર બનાવો. ભગવાન રામ આપના જીવનને આનંદ અને સમૃદ્ધિથી ભરપુર કરે એવી શુભેચ્છાઓ. આવા સુંદર શુભેચ્છા સંદેશ અહીં આપ્યા છે. જે તમારા મિત્રો અને પ્રિયજનોને પાઠવી તમે રામનવમીને વધુ સુંદર બનાવી શકો છો. Ram Navami Wishes Messages in Gujarati
Ram Navami Wishes Messages : રામ નવમી શુભેચ્છા સંદેશ રામ નવમી એટલે ભગવાન રામનો જન્મદિન છે. ત્રૈતા યુગમાં ચૈત્ર સુદ નોમ તિથિ પર અયોધ્યાના રાજા દશરથના ઘરે બપોરે 12 વાગે ભગવાન રામનો જન્મ થયો હતો. ભગવાન રામ શ્રી વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. અયોધ્યા સહિત દેશભરના રામ મંદિરોમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનનો જન્મદિન ધામધૂમથી મનાવવામાં આવે છે અને શુભેચ્છા પાઠવવામાં આવે છે. અહીં રામ નવમીના શુભેચ્છા સંદેશ આપ્યા છે. આ ફોટા, સુવાક્ય વોટ્સએપ સ્ટેટ્સ ઇમેજ મોકલી તમારા પ્રિયજનોને રામ નવમીની હાર્દિક શુભકામના પાઠવી શકાય છે. (Photo: @ShriRamTeerth)
જેમના મનમાં શ્રી રામ છે ભાગ્યમાં તેમના વૈકુંઠ ધામ છે તેમના ચરણોમાં જેમણે જીવન ન્યોછાવર કર્યું સંસારમાં તેમનું કલ્યાણ છે રામ નવમીની હાર્દિક શુભેચ્છા (Photo: Freepik)