Vasant Panchami 2025 Rangoli Designs : વસંત પંચમી પર ઘરે જ બનાવો રંગોળી, અહીંથી પસંદ કરો યૂનિક ડિઝાઇન
Vasant Panchami 2025 Rangoli Designs Ideas(વસંત પંચમી રંગોળી ડિઝાઇન) : વસંત પંચમીના દિવસે બાળકો પોતાની સ્કૂલમાં રંગોળી પણ બનાવે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ દિવસે રંગોળી બનાવવા માંગતા હોવ તો અમે તમારા માટે કેટલીક શ્રેષ્ઠ રંગોલી ડિઝાઇન લાવ્યા છીએ, જે તમે તમારી શાળા, ઘર અથવા અન્ય સ્થળોએ બનાવી શકો છો
Vasant Panchami 2025 Rangoli Designs Ideas(વસંત પંચમી રંગોળી ડિઝાઇન) : સનાતન ધર્મમાં વસંત પંચમીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરની સજાવટ પણ કરે છે. દર વર્ષે આ તહેવાર મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. તેને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. પંચમી તિથિ 2 ફેબ્રુઆરીએ સવારે 11:54 વાગ્યાથી શરૂ થાય છે, જે બીજા દિવસે એટલે કે 3 ફેબ્રુઆરીએ સવારે 9:36 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, વસંત પંચમીનો તહેવાર 3 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે. (તસવીર - સોશિયલ મીડિયા)
વસંત પંચમીના દિવસે બાળકો પોતાની સ્કૂલમાં રંગોળી પણ બનાવે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ દિવસે રંગોળી બનાવવા માંગતા હોવ તો અમે તમારા માટે કેટલીક શ્રેષ્ઠ રંગોલી ડિઝાઇન લાવ્યા છીએ, જે તમે તમારી શાળા, ઘર અથવા અન્ય સ્થળોએ બનાવી શકો છો.(તસવીર - સોશિયલ મીડિયા)
તમે વસંત પંચમીના દિવસે આ રંગોળી બનાવી શકો છો. તે જોવામાં ઘણી યૂનિક છે. આ રંગોળીમાં કળા અને શિક્ષાના દેવી મા સરસ્વતીના હાથમાં જે વીણા હોય છે. તેની આ રંગોળીમાં બનાવવામાં આવી છે. વીણા કલાનું પ્રતિનિધિત્વ કરે છે. સાથે જ આ રંગોળીમાં વસંત પંચમી પણ લખવામાં આવ્યું છે, જે ઘણું સારું લાગે છે.(તસવીર - સોશિયલ મીડિયા)
વસંત પંચમીના દિવસે આ રંગોળી આસાનીથી બનાવી શકો છો. આ રંગોળીને ઘરથી લઇને પૂજા પંડાલ સુધી આસાનાથી બનાવી શકાય છે. આ અનોખી રંગોળીમાં માં દેવી સરસ્વતીની વીણા પણ બનાવવામાં આવી છે, જે તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે. (તસવીર - સોશિયલ મીડિયા)