Vastu Tips For Lucky Plant: ઘરમાં આ 5 લકી છોડ લગાવો, નકારાત્મક ઊર્જા દૂર થશે, પૈસાની તંગી નહીં થાય
Vastu Tips For Lucky Plant In Home: વાસ્તુ શાસ્ત્ર મુજબ આ 5 છોડ ઘરના વાતાવરણને શુદ્ધ તેમજ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રાખવામાં મદદ કરે છે. જાણો આ લકી પ્લાન્ટના નામ અને ફાયદા
ઘર માટે શુભ છોડ વાસ્તુ શાસ્ત્રમાં ઘરના બાંધકામ સાથે ઘરમાં કઇ ચીજ ક્યા રાખવી ફાયદાદારક છે તેના વિશે વિસ્તૃત જાણકારી આપી છે. ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને નકારાત્મક ઊર્જા દૂર થાય તેની માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાય આપેલા છે. ઘરમાં સુખ સમૃદ્ધિ માટે છોડ પણ મદદરૂપ થાય છે. (Photo: Freepik)
લીક પ્લાન્ટ માટે વાસ્તુ ટીપ્સ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલા છોડ માત્ર વાતાવરણને જ સારુ નથી બનાવતા પરંતુ નકારાત્મક ઉર્જાને પણ ઘરની બહાર રાખે છે. અહીં અમુક લકી પ્લાન્ટ વિશે જણાવી રહ્યા છીએ જેને ઘરમાં લગાવવાથી સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય અને સંતુલન જળવાઈ રહેશે. આવો જાણીએ આ લકી પ્લાન્ટ વિશે (Photo: Freepik)
તુલસીનો છોડ (Vastu Tips For Tulsi Plant) તુલસીના છોડને હિંદુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. સાથે જ વાસ્તુ શાસ્ત્ર મુજબ તેને ઘરમાં લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થતો નથી. આ સાથે જ દરેક વ્યક્તિ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સ્વસ્થ રહે છે. તેનાથી તમે માનસિક તણાવથી રાહત મેળવી શકો છો. તેથી તેને ઘરની પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં મુકવું સૌથી શુભ રહેશે.
મની પ્લાન્ટ (Vastu Tips For Money Plant) મની પ્લાન્ટ ઘરમાં સકારાત્મક ઉર્જા સાથે સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે. આ સાથે જ ઘરની અંદર ધન પૈસામાં વધારો થાય છે. વાસ્તુ મુજબ ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત થવાની સાથે સાથે ઘરમાં ખુશીઓ આવે છે. તેથી તેને ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવું શ્રેષ્ઠ રહેશે. (Photo: Canva)
હોયા હાર્ટ પ્લાન્ટ (Hoya Heart Plant) દિલ આકારના પાનવાળા આ છોડને વાસ્તુ મુજબ ખૂબ જ સારો માનવામાં આવે છે તેમજ ઘરની સુંદરતામાં પણ વધારો થાય છે. તેને ઘરમાં લગાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે. આ સાથે તેને પ્રેમનું પ્રતિક પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તેને ઘરમાં મૂકવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ રહે છે. તે હકારાત્મક ઊર્જા ખેંચે છે. આ સાથે જ ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. વાસ્તુ અનુસાર તેને ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં મુકવુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત તેને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવાથી પણ શુભ ફળ મળે છે. (Photo: Social Media)
જેડ પ્લાન્ટ (Vastu Tips For Jade Plant) આજના સમયમાં મોટા ભાગના લોકો પોતાના ઘરમાં ઝેડ પ્લાન્ટ લગાવે છે. તેને કાસુલા પણ કહેવાય છે. તે સૌથી ભાગ્યશાળી છોડમાંથી એક માનવામાં આવે છે. તેને ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. આ સાથે વાસ્તુ દોષોથી છુટકારો મળે છે. તેને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મુકવું શુભ રહેશે. આ સિવાય તેને ઘરની ઉત્તર, પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખી શકાય છે. આ સમૃદ્ધિ સાથે સંપત્તિને આકર્ષિત કરે છે. (Photo: Social Media)
બ્રાઝિલિયન વુડ પ્લાન્ટ (Brazilian Wood Plant) આજકાલ બ્રાઝિલિયન લકી વુડ પ્લાન્ટ ઘણી ફેમસ થયા છે. તેને ઘરમાં લગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે સાથે જ ભાગ્ય, સકારાત્મકતા આવે છે. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ છોડને તમે પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં મુકી શકો છો. (Photo: Social Media)