Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/vastu-remedies-for-toilet-in-south-direction.jpg)
ઘર બનાવતી વખતે વાસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે જો આપણું ઘર વાસ્તુ પ્રમાણે ન બને તો ઘરમાં રહેતા લોકોના જીવનમાં નકારાત્મકતા આવે છે. વળી ઘરના લોકોની આર્થિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડે છે. સાથે જ સુખ-સમૃદ્ધિનો અભાવ પણ રહે છે. ઘરના લોકો વચ્ચે બિનજરૂરી કંકાશ અને ઝઘડા થાય છે. અહીં અમે વાત કરવા જઈ રહ્યા છીએ બાથરૂમના વાસ્તુ વિશે. મતલબ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર બાથરૂમ કેવી રીતે હોવું જોઈએ. આવો જાણીએ (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/vastu-tips-for-attached-bathroom.jpg)
જો તમારું ઘર દક્ષિણ કે ઈશાન ખૂણામાં હોય તો તે ખોટું છે. તેનાથી જીવનમાં દરિદ્રતા આવી શકે છે. વળી વાસ્તુ દોષ પણ થઈ શકે છે. સાથે જ ઘરની પૂર્વ દિશામાં બાથરૂમ હોવું પણ સારું માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે. (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/toilets-bathroom-vastu-tips.jpg)
આજકાલ ફ્લેટ કોન્સેપ્ટના કારણે એટેચ બાથરૂમનો ટ્રેન્ડ છે. જે ખોટું છે. કારણ કે બાથરૂમ ચંદ્રનું સ્થાન છે અને ટોયલેટ રાહુનું સ્થાન છે. તેથી અટેચ બાથરૂમ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. જેના કારણે પરિવારમાં પરસ્પર મનભેદ અને ધન હાનિ થાય છે. (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/attached-bathroom-vastu-remedies.jpg)
તમે ઘણા લોકોને પોતાના બાથરૂમમાં તસવીર કે છોડ લગાવતા જોયા હશે. જે ખર્ચાળ છે. આમ કરવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. તેમજ ઘરમાં નકારાત્મકતા પણ ફેલાઈ શકે છે. (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Vastu-remedies-For-Bathroom.jpg)
બાથરૂમની અંદર શાવર અને વોશબેસિન પણ યોગ્ય દિશામાં હોવા જોઈએ. વોશબેસિન ઈશાન, ઉત્તર કે પૂર્વ દિશામાં હોવું જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સાથે જ વાસ્તુ ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/bathroom-design.jpg)
વાસ્તુશાસ્ત્ર અનુસાર કિચન અને ટોઇલેટ ક્યારેય એકબીજાની સામે ન હોવા જોઈએ. ટોઇલેટ હંમેશા પશ્ચિમ અને દક્ષિણ દિશામાં હોવું જોઈએ. આમ કરવાથી વાસ્તુ દોષ થતો નથી. વળી વાસ્તુ દેવ પ્રસન્ન થાય છે. (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/bathroom-shower.jpg)
બાથરૂમની અંદર શાવર અને વોશબેસિન પણ યોગ્ય દિશામાં હોવા જોઈએ. આ માટે ઉત્તર દિશામાં નળ અને શાવર લગાવવા જોઈએ. બાથટબ પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર પૂર્વ દિશામાં મૂકવા જોઈએ. (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/direction-of-bathroom-according-to-vastu.jpg)
જો તમારું બાથરૂમ વાસ્તુ અનુસાર નથી બન્યું તો તમારે બાથરૂમમાં કાચની વાટકીમાં મીઠું ભરીને રાખો. આ મીઠું દર અઠવાડિયે બદલતા રહેવું જોઈએ. (Image: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/modern-style-bathroom.jpg)
વાસ્તુ મુજબ તમારા બાથરૂમની દક્ષિણ દિવાલ પર પિરામિડ લગાવો. તે વાસ્તુ દોષને દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. સાથે સાથે નકારાત્મકતા દૂર થાય છે. (Image: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us