shukra ast 2023 : સિંહ રાશિમાં શુક્ર વક્રી થઇને અસ્ત થશે, આ ચાર રાશિઓને સંભાળીને રહેવાની જરૂર, ધનહાનિનો યોગ
shukra ast 2023, venus impact zodiac signs : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર વક્રી અવસ્થામાં 7 ઓગસ્ટથી કર્ક રાશિમાં હાજર રહેશે. આ રાશિમાં 2 ઓક્ટોબર 2023 સુધી હાજર રહેશે. આ સાથે જ 8 ઓગસ્ટમાં આજ રાશિમાં અસ્ત થશે. શુક્રના વક્રી થઇને અસ્ત થવાથી અનેક રાશિઓના જીવનમાં મુશ્કેલી અને લવ લાઇફમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.
Shukra Ast 2023 : દૈત્યોના ગુરુ શુક્રનો ભૌતિક સુખનું કારક માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત થોય છે તો ભૌતિક સુખ, વિલાસિત, પ્રસિદ્ધિ વગેરે પ્રાપ્તિ થાય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર વક્રી અવસ્થામાં 7 ઓગસ્ટથી કર્ક રાશિમાં હાજર રહેશે.
આ રાશિમાં 2 ઓક્ટોબર 2023 સુધી હાજર રહેશે. આ સાથે જ 8 ઓગસ્ટમાં આજ રાશિમાં અસ્ત થશે. શુક્રના વક્રી થઇને અસ્ત થવાથી અનેક રાશિઓના જીવનમાં મુશ્કેલી અને લવ લાઇફમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.
કન્યા રાશિ : આ રાશિમાં શુક્ર વક્રી થઇને અગિયારમાં ભાવમાં અસ્થ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને આર્થિક હાન પહોંચી શકે છે. સાથે જ ભાઈ - બહેનના સંબંધોમાં ખટાસ ઉત્પન્ન થઇ શકે છે. આ રાશિનો શુક્ર બીજા અને નવમાં ભાવનો સ્વામી છે.
કન્યા રાશિ : આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ધન હાનિનો સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યોની કોઈ વાત પર ઘર્ષણ થઇ શકે છે. વૈવાહિક જીવનમાં પણ કેટલી સમસ્યાઓ ઉત્પન થઇ શકે છે. સંતાન તરફથી પણ ચિંતિત રહી શકો છો.
તુલા રાશિ : આ રાશિમાં શુક્ર વક્રી અને દસમા ભાવમાં અસ્ત થઇ રહ્યો છે. આ રાશિના જાતકો પોતાના સ્વાસ્થ્યને લઇને થોડા સતર્ક રહેશો તો સારું રહેશે. નોકરિયાત લોકોના જીવનમાં થોડો ઉતાર ચઢાવ આવી શકે છે. સમાજમાં માન સમ્માનની ઉણપ રહી શકે છે.
ધન રાશિ : આ રાશિમાં સુક્ર અસ્ત થઇને વક્રી આઠમાં ભાવમાં થઇ રહ્યો છે. આ ભાવને અચાનક થનારી ઘટનાથી જોડાઈ શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને થોડું સાવધાન રહેવાની જરૂર છે.
કુંભ રાશિ : આ રાશિમાં શુક્ર વક્રી થઇને છઠ્ઠા ભાવમાં અસ્ત થઇ રહ્યો છે. આ ભાવને સ્વાસ્થ્ય, શત્રુનો કારક માનવામાં આવે છે. આ રાશિના જાતકોને થોડું સચેત રહેવાની જરૂર છે. કારણ કે તમારો દુશ્મન તમારા ઉપર હાવી થઇ શકે છે. પરંતુ તે કોઇ મોટી હાની નહીં કરે. આ સાથે સ્વાસ્થ્યને લઇને થોડો સતર્ક રહેવાની જરૂર છે.