-
મેષ – સાપ્તાહિક રાશિફળ : ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમારી માનસિક સ્થિતિ વધુ સારી રહેશે, કારણ કે તમે આ સમય દરમ્યાન તમારી જાતને તમામ પ્રકારના તાણથી દૂર રાખવામાં સમર્થ હશો. તમે તમારા સંપૂર્ણ પારિવારિક જીવનનો આનંદ માણશો. જે તમને તમારા માનસિક તાણથી હંમેશા માટે કાયમ માટે રાહત આપશે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને આ અઠવાડિયે સારા પરિણામ મળશે.
-
વૃષભ – સાપ્તાહિક રાશિફળ : ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમારી ચિંતાઓનું મુખ્ય કારણ માતાપિતાનું નબળું આરોગ્ય હોઈ શકે છે. પરિણીત લોકોને સાસરી પક્ષ તરફથી આર્થિક લાભ મળશે. આ સપ્તાહમાં રુપિયાને રોકાણ કરતાં પહેલા બેવાર વિચારી લો અન્યથા તમે તમારું નુકસાન કરી બેસશો. આ સપ્તાહમાં કોઈ ધાર્મિક સ્થળે જઈ શકો છો.
-
મિથુન – સાપ્તાહિક રાશિફળ : ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમને લાગે છે કે, તમારી આસપાસના લોકો તમારી પાસેથી વધુ માંગ કરે છે અને અપેક્ષા રાખે છે. આવી સ્થિતિમાં, તમે તેમની દરેક માંગને પૂર્ણ કરવા માટે તમારા પર વધારાના દબાણનો અનુભવ કરશો. આ અઠવાડિયાની શરૂઆતમાં, તમારા જીવનની તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે.
-
કર્ક – સાપ્તાહિક રાશિફળ : ગણેશજી કહે છે, ભૂલોથી બોધપાઠ લઈને તમે તમારી કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવશો, જે સારો સાબિત થશે. આ સપ્તાહમાં તમે સોનાના ઘરેણાં, મકાન-જમીન અથવા અન્ય મોંઘી ઉપયોગી ચીજવસ્તુઓમાં રોકાણ કરી શકો છો. જેનાથી ભવિષ્યમાં સારો ફાયદો થશે. તમારા પારિવારિક જીવનમાં ખુશીની લહેર જોવા મળશે.
-
સિંહ – સાપ્તાહિક રાશિફળ : ગણેશજી કહે છે, આ સપ્તાહમાં સ્વાસ્થ્ય માટે શું સારું છે અને શું ખોટું છે તેનો વિચાર કરીને કોઈ પણ નિર્ણય કરજો. આ અઠવાડિયામાં પાછલા કોઈ રોકાણથી તમને મોટો આર્થિક લાભ મળવાની શક્યતા છે. આ સપ્તાહમાં તમે અન્યો પર વધુ ખર્ચ કરશો. જેનાથી આર્થિક ખેંચ પણ અનુભવી શકો છો. માટે સપ્તાહ દરમિયાન ખર્ચ પર કાબુ રાખવો હિતાવહ છે.
-
કન્યા – સાપ્તાહિક રાશિફળ : ગણેશજી કહે છે, આ સપ્તાહમાં તમારા માટે અનુકૂળ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું સામાન્ય કરતા થોડું વધું સારું રહ્યું છે. તમે માનસિક અને શારીરિક રીતે ખૂબ સ્વસ્થ રહેશો. આ સપ્તાહમાં કેટલાક લાંબાગાળાનો વિચાર કરીને પગલાં ભરી શકો છો. જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સૌથી અનુકૂળ લાગે છે.
-
તુલા – સાપ્તાહિક રાશિફળ : ગણેશજી કહે છે, સંબંધીઓ સાથે જમીન અથવા સંપત્તિને લગતા વિવાદનો સુખદ ઉકેલ આવશે જેનાથી પારિવારિક વાતાવરણમાં ખુશીની લહેર જોવા મળશે. કામકાજના સ્થળે વરિષ્ઠ અધિકારીઓ તમારા કામકાજથી સંતુષ્ટ નહીં રહે. જેનાથી તમારાં મનોબળ પર પણ તેની અસર દેખાશે.
-
વૃશ્ચિક – સાપ્તાહિક રાશિફળ : ગણેશજી કહે છે, આ સપ્તાહમાં કોઈપણ નિર્ણય લેવા માટે સ્પષ્ટ વિચાર ધરાવશો. આ સ્થિતિમાં તમારા સ્વાસ્થ્ય જીવનને વધુ સારું બનાવવા માટે પ્રયાસ કરશો. રુપિયાની લાલચે કોઈ એવું કામ ન કરતાં જેમાં કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાઈ જવાય. લોભના કારણે તમને પોતાનું જ મોટું આર્થિક નુકસાન કરી બેસો તો નવાઈ નહીં.
-
ધન – સાપ્તાહિક રાશિફળ : ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમારે વ્યસ્ત જીવનમાંથી થોડી ક્ષણો કાઢવાની જરૂર છે. આ સમય આરામ કરવા અને નજીકના મિત્રો અને પરિવાર સાથે ખુશીની થોડી ક્ષણો પસાર કરવી જોઈ. જેનાથી તમારા આરોગ્ય પર સકારાત્મક અસરની શક્યતા વધશે. આ અઠવાડિયે આર્થિક મામલે સંબંધીઓનો ટેકો મળશે. પરિવારમાંથી તમને આર્થિક મદદ પણ મળશે.
-
મકર – સાપ્તાહિક રાશિફળ : ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને સુખદ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યમાં સામાન્ય સુધારો થતો દેખાઈ રહ્યો છે. આ સપ્તાહ વેપારની દ્રષ્ટિએ સારું રહેવાનું છે. પરિવારમાં બધા સાથે હોવા છતાં એકલતા અનુભવશો. પ્રેમ સંબંધમાં સમય સાનુકૂળ રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે.
-
કુંભ – સાપ્તાહિક રાશિફળ : ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે સંતુલન જાળવીને આગળ વધવાની જરૂર છે ત્યારે જ પ્રગતિનો માર્ગ મોકળો થશે. આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે તેમ છતાં કોઈ રોકાણને લીધે મન ચિંતિત રહેશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે પરંતુ તેના માટે તમારે થોડા પ્રયાસ કરવા પડશે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે.
-
મીન – સાપ્તાહિક રાશિફળ : ગણેશજી કહે છે, પ્રેમ સંબંધમાં નવી શરૂઆત મનને પ્રફુલ્લિત કરશે. આ અઠવાડિયે વેપારિક યાત્રા દ્વારા સારી સફળતા મળી શકે છે. પોતાના પરિવારજનો સાથે ફરવાનો યોગ બની રહ્યો છે. કાર્યક્ષેત્રે કરેલી મહેનત ભવિષ્યમાં શુભ સમાચાર આપશે. સ્વાસ્થ્ય સુધારવા માટે ઠોસ નિર્ણય લઈને પ્રયાસ કરશો તો સારા પરિણામ મળી શકે છે.
