ચાહકોએ રકુલ પ્રીત સિંહને આપી સરપ્રાઈઝ, આ રીતે અભિનેત્રીએ ઉજવ્યો જન્મદિવસ, જુઓ તસવીરો October 10, 2023 21:59 IST
Rakul Preet Singh Birthday : અભિનેત્રી રકુલ પ્રીત સિંહે આજે તેનો 33મો જન્મદિવસ ઉજવ્યો હતો . આ પ્રસંગે તેના ચાહકો કેક સાથે તેના ઘરે એટલે કે બાંદ્રા એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા.
આ દરમિયાન રકુલે ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો હતો.
આ ઓરેન્જ કલરના બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
રકુલે તેનો ખાસ દિવસ તેના ચાહકો સાથે ઉજવ્યો હતો.
અભિનેત્રીએ ચાહકોની હાજરીમાં કેક કાપી અને તેમને ખવડાવી હતી.
રકુલ તેના ચાહકો સાથેની આ મુલાકાત દરમિયાન ખૂબ જ ખુશ દેખાતી હતી.
અભિનેત્રી તેના જન્મદિવસને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાતી હતી.
આ દરમિયાન તેણે તેના પ્રશંસકો સાથે ઘણા ફોટોગ્રાફ્સ પણ આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં પોતાની ફિલ્મ 'આયલન'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. (ફોટો સોર્સઃ ઈન્ડિયન એક્સપ્રેસ)