રાજા-મહારાજા જેવી જીંદગી જીવે છે બોલિવૂડના ખેલાડી કુમાર, એક્ટરની નેટવર્થ જાણીને દંગ રહી જશો
Akshay Kumar Net Worth : બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર આજે પોતાનો 56મો બર્થડે પરિવાર સાથે સેલિબ્રેટ કરી રહ્યો છે. અક્ષય બોલિવૂડનો એકમાત્ર એવો હીરો છે જેને ઇન્ડસ્ટ્રીમાં ખિલાડી કુમાર કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેને મોટાભાગની ફિલ્મોમાં સ્ટંટ સીન જાતે જ કરવાનું પસંદ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે, ચાલો જાણીએ તેમની નેટવર્થ.
અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારો પૈકી એક છે. આજે બોલિવૂડના ખેલાડી એટલે કે અક્ષય કુમારનો જન્મદિવસ છે. 9 સપ્ટેમ્બર 1967ના રોજ જન્મેલ અક્ષય આજે 56 વર્ષનો થઈ ગયો છે.
શું તમે જાણો અક્ષય કુમારનું સાચું નામ? અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરિ ઓમ ભાટિયા હતું. જે તેને બદલીને અક્ષય કુમાર રાખ્યું અને ત્યારબાદ તે ફિલ્મોમાં જોવા મળ્યો હતો.
અક્ષય કુમારની કુલ સંપત્તિ 2,591 કરોડ રૂપિયા છે. આ સાથે અક્ષય કુમાર સી ફેસિંગ બંગલો પણ છે, જેમાં તે તેના પરિવાર સાથે નિવાસ કરે છે. આ આલિશાન બંગલામાં લિવિંગ રૂમ, હોમ થિયેટર, કિચન, ડાઇનિંગ એરિયા અને વૉક ઇન ક્લોઝેટ છે.
આ સિવાય અક્ષય કુમાર ચાર ફ્લેટનો પણ માલિક છે, દરેકની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા છે. અક્ષય પાસે ગોવામાં પણ એક લક્ઝુરિયસ વિલા છે જ્યાં તે ઘણીવાર તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે જાય છે.
બોલિવૂડના ખેલાડી કુમાર મોંધા વાહનોનો પણ ખૂબ શોખ છે. તેમની પાસે ફેન્ટમની સાતમી પેઢી છે જેની કિંમત લગભગ 9 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત એક્ટર પાસે મર્સિડીઝ બેન્ઝ ફાઈવ ક્લાસ પણ છે જેની કિંમત લગભગ 1.10 કરોડ રૂપિયા છે. આ સાથે તેની પાસે બેન્ટલે, રેન્જ રોવર જેવા વાહનો પણ છે. અક્ષયને બાઇક પણ પસંદ છે અને તેનું બાઇક કલેક્શન ખૂબ જ અદ્ભુત છે. એટલું જ નહીં, અક્ષય એક પ્રાઈવેટ જેટનો માલિક પણ છે. આ પ્રાઇવેટ જેટની કિંમત લગભગ 260 કરોડ રૂપિયા છે.