Alia Bhatt : રણવીર કે રણબીર નહિ પરંતુ આ એક્ટર સાથે આલિયા ભટ્ટની કેમેસ્ટ્રી શાનદાર, એક્ટ્રેસનો ખુલાસો
Alia Bhatt : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) આ દિવસોમાં દીકરી રાહા સાથે ઘણી જગ્યાએ જોવા મળે છે. આલિયાએ તેના કરિયરમાં વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણવીર સિંહ જેવા ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે પરંતુ તેણે મોટા પડદા પર તેના કો-સ્ટારનું નામ શેર કર્યું નથી. તેણે જણાવ્યું કે કયા અભિનેતા સાથે તેની કેમેસ્ટ્રી શાનદાર રહી છે. અહીં જાણો આલિયા ભટ્ટે તેની કેમેસ્ટ્રી વિષે શું કહે છે?
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) આ દિવસોમાં દીકરી રાહા સાથે ઘણી જગ્યાએ જોવા મળે છે. આલિયાએ તેના કરિયરમાં વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણવીર સિંહ જેવા ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે પરંતુ તેણે મોટા પડદા પર તેના કો-સ્ટારનું નામ શેર કર્યું નથી. તેણે જણાવ્યું કે કયા અભિનેતા સાથે તેની કેમેસ્ટ્રી શાનદાર રહી છે. અહીં જાણો આલિયા ભટ્ટે તેની કેમેસ્ટ્રી વિષે શું કહે છે?
કોફી વિથ કરણમાં કરણ જોહર સાથેની વાતચીત દરમિયાન રણવીર સિંહ અને વરુણ ધવન વચ્ચે મનપસંદ કો-સ્ટાર કોણ છે તે અંગે પૂછવામાં આવ્યું હતું આલિયા ભટ્ટએ તેના પર એક્ટ્રેસે ફની જવાબ આપ્યો, જેના માટે તેના ફેન્સ પણ એક્ટ્રેસના ખૂબ વખાણ કરતા જોવા મળી રહ્યા છે.
એકટ્રેસ આલિયા જવાબ આપે તે પહેલાં જ રણવીરે તેને અટકાવીને તેનું નામ લેવાનું સૂચન કર્યું હતું. તેને એક અઘરો પ્રશ્ન ગણાવતા અભિનેત્રીએ શરૂઆતમાં રણવીરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની કેમેસ્ટ્રી સારી છે. ત્યારે આલિયાએ પોતાનો જવાબ બદલ્યો અને કહ્યું, 'વરિયા (વરુણ અને આલિયા)ના ચાહકો ખૂબ જ નિરાશ હશે. વરુણ અને મારી વચ્ચે શ્રેષ્ઠ કેમેસ્ટ્રી છે. વરુણ સાથે તેની કેમેસ્ટ્રી ઘણી સારી છે. આના પર રણવીરે આલિયાને ટોણો માર્યો અને કહ્યું કે 'મિત્રના નામ પર કલંક' છે.
આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'જિગરા', 'આલ્ફા' અને 'લવ એન્ડ વોર'માં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આલિયાએ સ્ટુડન્ટ ઑફ ધ યર, બદ્રીનાથ કી દુલ્હનિયા, કલંક અને હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં આલિયાને ઘણી પસંદ કરવામાં આવી છે.