Alia Bhatt : 100થી વધારે મજૂરોની મહેનત અને 1,965 કલાક પછી આ સાડી તૈયાર થઇ, જુઓ આલિયા ભટ્ટનો મનમોહક લૂક
Alia Bhatt : બોલિવૂડ અભિનેત્રી તાજેતરમાં મેટ ગાલા 2024ના રેડ કાર્પેટ પર ટ્રેડિશનલ લૂકમાં એકદમ મસ્ત લાગી રહી હતી. આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. આ તસવીરો તમારી આંખોમાં ઉતરી જશે.
Met Gala Alia Bhatt Dress : બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે વધુ એકવાર પોતાના આકર્ષક લૂકથી બધાને દંગ કરી દીધા છે. મેટ ગાલામાં આલિયા ભટ્ટે સબ્યસાચીની સાડીમાં એકદમ ગ્લેમરસ લૂકમાં નજર આવી હતી. હાઇવે એકટ્રેસ મેટ ગાલાના રેડ કાર્પેટ પર મિન્ટ ગ્રીન રંગની સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલી સાડીમાં નજર આવી હતી. આ લૂક કમ્પલીટ કરવા માટે આલિયા ભટ્ટે આ સાડી સાથે મેસી બન અને નેકસ્ટ લેવલ જ્વેલરી પહેરી હતી. આલિયા ભટ્ટના આ લૂકની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
Met Gala Alia Bhatt Dress : આલિયા ભટ્ટનો મેટ ગાલા 2024 લૂક એટલો શાનદાર છે કે તે ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. આલિયા ભટ્ટે વોગ સાથેની વાતચીત દરમિયાન એકટ્રેસે જણાવ્યું હતું કે, આ સાડી બનાવવામાં 1965 કલાક જેટલો સમય લાગ્યો હતો અને 163 શિલ્પકારોએ તૈયાર કરી છે. આ સાડી સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે. ગાઉન લુક આપતી આ સાડી એક ફ્રિન્ઝ સ્ટાઇલ સાડી છે.
Met Gala Alia Bhatt Dress : 2024 મેટ ગાલા કોસ્ચ્યુમ ઇન્સ્ટીટ્યૂટની નવી એક્ઝીબેશન, સ્લીપિંગ બ્યૂટીઝ, રીવાકિંગ ફેશનનું જશ્ન મનાવવામાં આવ્યો. આ વખતે સિતારાઓની થીમ અને ડ્રેસ કોડ અનુસાર સજીધજીને ઇવેન્ટમાં સામેલ થઇ. આ થીમને અનુસરતા ઇશા અંબાણીની સાથે મોના પટેલ, સબ્યસાચી મુખર્જી અને આલિયા ભટ્ટ જેવા અનેક સિતારાઓ પહોંચ્યા.
Met Gala Alia Bhatt Dress : આલિયાએ મેટ ગાલા 2023માં ડેબ્યુ કર્યુ હતુ. લાસ્ટ યર મેટ ગાલાની થીમ કાર્લ લેગરફેલ્ડ: એ લાઇન ઓફ બ્યૂટી હતી. આ થીમને ધ્યાનમાં રાખતા એક્ટ્રેસે પ્રબલ ગુરંગ દ્રારા ડિઝાઇન કરી છે અને ખૂબસુરત વ્હાઇટ ગાઉનનમાં પહોંચી હતી. જે મોતિયોથી સજાવાયું હતું.
Met Gala Alia Bhatt Dress : મેટ ગાલા એક ચેરીટી કાર્યક્રમ છે અને ધ મેટ્રોપોલિટન મ્યુઝિમ ઓફ આર્ટના કોસ્ચ્યુમ ઇન્સ્ટીટ્યૂટ માટે ધનરાશિ એકત્ર કરવામાં આવે છે. આ મેટ ગાલામાં અનેક મોટી હસ્તીઓ જોવા મળતી હોય છે.