Alia Bhatt Saree : આલિયા ભટ્ટની ‘રામાયણ’ થીમ સાડી કેમ છે આટલી ખાસિયત? જાણો
Alia Bhatt Saree : આલિયા ભટ્ટ (Alia Bhatt) અને સાડી ડિઝાઈનરએ તાજતેરમાં પલ્લુ પર રામાયણના દ્રશ્યો જટિલ રીતે હાથથી દોરવામાં આવ્યા હતા તે વિશે વિગતો શેર કરી છે.
22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં બોલીવુડ સેલિબ્રિટીઓમાં આલિયા ભટ્ટએ પણ હાજરી હતી.આ પ્રસંગ માટે આલિયાની સાડી ચાહકોમાં ચર્ચાનો વિષય બની હતી.
આલિયા ભટ્ટે મંગળવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોતાની એક મિરર સેલ્ફી શેર કરી અને લખ્યું કે, "રામાયણના સુંદર મહાકાવ્યને દર્શાવતી આ પટ્ટચિત્ર સાડી બનાવવા માટે 100 કલાકની મહેનત લાગી છે.
આ રામાયણ થીમ સાડીમાં શિવ ધનુષનું ભંગ, રાજા દશરથનું વચન, ગુહા સાથે હોડીમાં, સોનાનું હરણ, અપહરણ, રામ સેતુ, ભગવાન હનુમાન માતા સીતા અને રામ પટ્ટાબીષેકને વીંટી રજૂ કરે છે.
આ લઘુચિત્ર ચિત્રો પરંપરાગત "પટ્ટચિત્ર" સ્ટાઇલ માં બનાવવામાં આવ્યા હતા અને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના આલિયાએ પહેરેલ આ સાડી બનાવવામાં 100 કલાકનો સમય લાગ્યો હતો.
આ ઉપરાંત, અભિનેત્રી અવારનવાર સાડી યુનિક લુકમાં જોવા મળે છે, તાજેતરમાં આલિયાને સાઉદી અરેબિયાના એક પ્રોગ્રામમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી ત્યારે આ સાડી લુકમાં અદભુત લાગતી હતી.