Alia Bhatt : ઘણું વજન ઉતાર્યું છતાં બોડી ઈમેજને લઈને ચિંતા રહેતી, આલિયા ભટ્ટે કર્યો ખુલાસો
Alia Bhatt : આલિયા ભટ્ટ આગામી સમયમાં વેદાંગ રૈના સાથે વસન બાલાની જિગરા માં જોવા મળશે. તે રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરનું શૂટિંગ પણ કરી રહી છે. આ ઉપરાંત એકટ્રેસે શર્વરી સાથે આલ્ફાનું શૂટિંગ પણ કરી રહી છે.
આલિયા ભટ્ટે (Alia Bhatt) કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધ યર (2012) થી તેના બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. હવે તે બોલિવૂડની અગ્રણી મહિલા તરીકે તેની જગ્યા બનાવી છે. તેની નોંધપાત્ર સ્કિલ અને અનુકૂલન ક્ષમતાથી પ્રેક્ષકોને પ્રભાવિત કરે છે. જો કે તાજતેરમાં આલિયા ભટ્ટે તેની બોડીને લઈને કેટલાક પડકાર વિશે ઈન્ટરવ્યુમાં શેર કર્યું હતું.
આલિયા ભટ્ટે જાહેર કર્યું કે વજન ઘટાડ્યા બાદ તેને ઘણી આત્મ-શંકા અને અસંતોષ હતો. એલ્યુર સાથેના એક ઇન્ટરવ્યુમાં આલિયાએ શેર કર્યું હતું કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર સૌંદર્ય ધોરણોને આધિન કરવામાં આવે છે, જે ઊંચી અને પાતળા લોકોને પસંદ કરે છે. તે યાદ કરે છે કે 'હું નાની હતી ત્યારે એકદમ ગોળમટોળ અને હેલ્ધી હતી. તે સમયે મારા જીવનથી ખૂબ જ ખુશ હતી.
જો કે જયારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો તેમ તેમ પોતાની જાત પ્રત્યેની તેની ધારણા બદલાવા લાગી હતી. તે બોડી ઇમેજ સમસ્યાઓ સાથે સંઘર્ષ કર્યો, તેને સતત વજન ઘટાડવાનું દબાણ કરવામાં આવતું હતું.
તેના મિત્રો ઘણીવાર તેને ડાયેટિંગ બંધ કરવા અને જીવનનો આનંદ માણવા માટે પ્રોત્સાહિત કરતા હતા પરંતુ આલિયાએ ઇન્ડસ્ટ્રીના અનુરૂપ થવા વેઇટ લોસ કર્યું હતું. જો કે, ગર્ભવતી બનવું એ આલિયાના જીવનમાં એક વળાંક આવ્યો હતો. આ સમયે એકટ્રેસે તેના શરીર આદર અને પ્રશંસા વિકસાવી અને ક્ષમતાઓ અને શક્તિઓને સમજી હતી. તે કહે છે કે 'મને મારા શરીર માટે ખૂબ જ આદર હતો. અને મને અહેસાસ કરાવ્યો કે હું આ પ્રોફેશનમાં હોવા છતાં, હું મારી જાત પર ક્યારેય વધારે પાતળા થવાનું પ્રેશર ન નાખી શકું.'
આલિયા ભટ્ટે આખરે તેની બોડી ઇમેજની વિષે ચિંતા કરતી નથી. તે હવે આત્મવિશ્વાસ સાથે તેના યુનિક દેખાવને અપનાવી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ આગામી સમયમાં વેદાંગ રૈના સાથે વસન બાલાની જિગરા માં જોવા મળશે. તે રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરનું શૂટિંગ પણ કરી રહી છે. આ ઉપરાંત એકટ્રેસે શર્વરી સાથે આલ્ફાનું શૂટિંગ પણ કરી રહી છે.