Anant Ambani – Radhika Merchant Pre Wedding : અનંત- રાધિકાનું બીજું પ્રી વેડિંગ, ઈન્વિટેશન કાર્ડ આવ્યું સામે, ચાર દિવસ ચાલશે ફંક્શન
Anant Ambani Radhika Merchant Second Pre Wedding : મુંકેશ અંબાણીએ પોતાના પુત્ર અને થનારી વહુ માટે ઈટલીના ક્રૂઝ પર ગ્રાન્ડ પ્રી વેડિંગ ફંક્શન રાખીને શાનદાર સરપ્રાઈઝ આપી છે.
Anant ambani Radhika merchant second pre-wedding : દેશના ઉદ્યોગપતિ મૂળ ગુજરાતના વતની મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી પોતાના જીવનનો બીજો પડાવ શરુ કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ પોતાની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે આ વર્ષે જુલાઈ મહિનામાં લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન પહેલા અંબાણી પરિવારે આ દુલ્હા દુલ્હન માટે ગ્રાન્ડ પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. (Photo - Viral bhayani)
આ કપલનું બીજી વખત પ્રી વેડિંગ ફંક્શન થવા જઈ રહ્યું છે. આ માટે અંબાણી અને મર્ચન્ટ પરિવાર સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ ઉડાન ભરી લીધી છે. આ બધા વચ્ચે ગ્રાન્ડ પ્રી વેડિંગ ફંક્શનનું ઇન્વિટેશન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. જેને જોઈને તમારી આંખો ચક્કસ પહોંળી થઈ જશે. (Photo - RIL)
ઈટલીના ક્રૂઝ પર થશે સેલિબ્રેશન : મુંકેશ અંબાણીએ પોતાના પુત્ર અને થનારી વહુ માટે ઈટલીના ક્રૂઝ પર ગ્રાન્ડ પ્રી વેડિંગ ફંક્શન રાખીને શાનદાર સરપ્રાઈઝ આપી છે. આ ક્રૂઝ ઈટલીથી ફ્રાન્સ સુધીની યાત્રા માટે રવાના થશે. આ દરમિયાન અંબાણી પરિવાર મધદરિયે જશ્ન મનાવતા દેખાશે. (ક્રૂઝની પ્રતિકાત્મક તસવીર- photo- freepik)
4 દિવસ સુધી ચાલશે ફંક્શન : અનંત અંબાણી અને રાધિકાર મર્ચન્ટના બીજા પ્રી વેડિંડ કાર્ડનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ફંક્શનની શરુઆત 29 મેથી થશે જે 1 જૂન સુધી ચાલશે. વ્હાઈટ અને બ્લૂ કલરના આ કાર્ડ પર લખ્યું છે કે 'લા વિટે ઈ અન વિયાજિયો' જેનો અર્થ થાય છે કે જીવન એક યાત્રા છે. જ્યારે બે દોસ્ત એક સાથે આવશે ત્યારે જીવનભરનો રોમાંચ હશે. આ કાર્ડને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. (photo - RIL)
ઇટલીના આ શહેરમાં સામેલ થશે મહેમાનો : આ કાર્ડ પ્રમાણે પ્રી-વેડિંગ ફંક્શન માટે બધા મહેમાનો ઈટલીમાં સિસિલીના શહેર પલેર્મોમાં શામેલ થશે. 29 મેના દિવસે બધા એક સાથે ક્રૂઝ પર સવાર થશે. આ દરમિયાન ક્રૂઝ પર ફંક્શન વેલકમ લંચથીમથી શરુ થશે. 29 મેની સાંજે થીમ તારો વાલી રાત છે. જે બીજા દિવસે એ રોમન હોલિડે થીમની સાથે આગળ વધશે.(Photo: Varinder Chawla)
30 મેની રાતની થીમ લા ડોલ્સે ફાર નિએંટે છે. ત્યારબાદ1 વાગ્યે ટોગા પાર્ટી થશે. બીજા દિવસની થીમ વી ટર્ન્સ વન અંડર ધ સન લે, લે માસ્કરેડ અને પાર્ડન માઈ ફ્રેંચ. અંતિમ દિવસ એટલે કે શનિવારની થીમ લા ડોલ્સેવીટા હશે. જેમાં ઈટાલિયન સમરનો ડ્રેસ કોડ થશે. આ કાર્ડમાં બાદ હવે ફેંસ આ ફંક્શનની તસવીરની રાહ જોઈ રહી છે. (Photo: Varinder Chawla)