Anant Ambani Radhika Merchant Wedding: ના સિલ્ક ના શાટીન રાધિકા મર્ચન્ટ એ પહેર્યો ખાસ લહેંગો, ખાસિયત જાણી રહી જશો દંગ
Anant Ambani Radhika Merchant Wedding Lehenga: અનંત અંબાણીની અર્ધાંગિની રાધિકા મર્ચન્ટે લગ્નના દરેક ફંક્શનમાં ખાસ વસ્ત્રો પહેર્યા હતા. લગ્ન બાદ શુભ આશીર્વાદ કાર્યક્રમમાં રાધિકા મર્ચન્ટે સોનાના તાર અને ખાસ પેઇન્ટિંગ કરેલો ડિઝાઈનર લહેંગો પહેર્યો હતો. જેમા અનંત રાધિકાની લવ સ્ટોરીને ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી.
Anant Ambani Radhika Merchant Wedding Lehenga અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્ન ધામધૂમ પૂર્વક સંપન્ન થયા છે. અંબાણી પરિવારના આ લગ્નની ચારે બાજુ ચર્ચા થઇ રહી છે. અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ દ્વારા મેરેજ ફંક્શનમાં પહેરવામાં આવેલા મોંઘા વસ્ત્રો અને ડિઝાઇન લોકોને બહુ પસંદ આવ્યા છે. (Photo: @jayasriburman)
અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઇના રોજ વર્લ્ડ જિયો સેન્ટરમાં ખૂબ જ ધૂમધામ પૂર્વક થયા છે. 13 જુલાઈના રોજ દંપતી માટે શુભ આશીર્વાદ સમારોહ અને 14 જુલાઇના રોજ ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યુ હતુ. અનંત રાધિકાના લગ્ન સમારંભમાં પીએમ નરેન્દ્ર મોદીથી લઈને આધ્યાત્મિક ગુરુઓ, હોલીવુડ અને બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા. દરેક વ્યક્તિએ પોતાના ભારતીય લૂકથી ચાહકોનું ધ્યાન ખેંચવામાં કોઈ કસર છોડી નથી. (Photo: @jayasriburman)
જોકે, સમારંભ દરમિયાન લોકોની નજર ત્યારે સ્થિર થઈ ગઈ જ્યારે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટે ગ્રાન્ડ એન્ટ્રી લીધી. આશીર્વાદ સમારોહના ખાસ અવસર પર રાધિકાએ પિંક લહેંગા પહેર્યો હતો જે રિયલ ગોલ્ડથી બનેલો હતો. (Photo: @jayasriburman)
રાધિકા મર્ચન્ટના આ લહેંગાની ખાસ વાત એ હતી કે આ લહેંગા પર ચિત્રની મદદથી ખૂબ જ સુંદર હેન્ડ પેઈન્ટિંગ કરવામાં આવી હતી, જે રાધિકા અને અનંતની લવ સ્ટોરી રજૂ કરતા હતા. રાધિકાનો આ ખાસ લહેંગા આશીર્વાદ સમારોહ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. (Photo: @jayasriburman)
ભારતીય કલાકારો અને શિલ્પકારો જયશ્રી બર્મન અને રિયા કપૂરે ડિઝાઇનર અબુ જાની-સંદીપ ખોસલાના આ લહેંગાને બનાવવામાં મદદ કરી હતી. આ જ કારણ હતું કે આ લહેંગામાં હેન્ડ એમ્બ્રોઇડરી સાથે કલાનો સંગમ જોવા મળ્યો હતો. (Photo: @jayasriburman)
તમને જણાવી દઈએ કે, જયશ્રી બર્મન વ્યવસાયે ચિત્રકાર અને શિલ્પકાર છે. તે પોતાની કળા માટે દેશભરમાં પ્રખ્યાત છે. તેમના દ્વારા નિર્મિત કલાકૃતિઓએ દેશના દરેક ભાગમાં યોજાયેલા પ્રદર્શનોમાં આકર્ષણ જમાવ્યું છે. તેમના ચિત્રોમાં તમને પેઇન્ટિંગની જૂની શૈલી ખૂબ સારી રીતે જોવા મળશે. (Photo: @jayasriburman)
જયશ્રી બર્મને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે પોતાની કળાને કેનવાસ પર લાવવા માટે ક્યારેય અગાઉથી તૈયારી કરવાની જરૂર નથી. તે ઘણીવાર કેનવાસ પર કલર કરવાનું શરૂ કરે છે અને આર્ટવર્ક આપોઆપ બની જાય છે. (Photo: @jayasriburman)
રાધિકા મર્ચન્ટના લહેંગાની વાત કરીએ તો તેને 12 પેનલ સાથે ઈટાલિયન કેનવાસ પર તૈયાર કરવામાં આવ્યો છે. લહેંગા પર જયશ્રી દ્વારા દોરવામાં આવેલી માનવ આકૃતિઓ એવી આભા બનાવે છે કે અનંત અને રાધિકા એક ખુશ દંપતિની જેમ રહે છે અને માનવતાનો આદર છે. (Photo: @jayasriburman)
રાધિકા મર્ચન્ટના આ ડિઝાઇનર લહેંગામાં ઘણા ફૂલો વડે બગીચા જેવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જેમાં ઘણા પ્રાણીઓ છે, જે અનંતનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. ખાસ કરીને હાથી, જે શુભ અને સુંદર માનવામાં આવે છે. (Photo: @jayasriburman)