Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Ambani-Family-Wedding.jpg)
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ફાર્મા કંપની એનકોર હેલ્થકેરના સ્થાપક વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના 12 જુલાઈના રોજ લગ્ન થયા છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anant-Ambani-Radhika-Merchant-Wedding-Photo-1.jpeg)
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમયથી ટ્રેન્ડિંગમાં છે. આ ગ્રાન્ડ વેડિંગમાં દેશ-વિદેશની પ્રખ્યાત વ્યક્તિઓ મુંબઈ પહોંચ્યા છે. આ લગ્ન મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજવામાં આવ્યા છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anant-Ambani-Radhika-Merchant.jpg)
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંને બાળપણના મિત્ર છે અને હવે લગ્નબંધનમાં બંધાઇ જીવનસાથી બની રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અને રાધિકા એક બીજાને બાળપણથી ઓળખે છે કારણ કે બંને એક જ સામાજિક માહોલમાં મોટા થયા છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Radhika-Merchant-Anant-Ambani-wedding.jpg)
અનંત અને રાધિકા બાળપણમાં સારા મિત્રો હતા. ત્યારબાદ ધીમે-ધીમે તેમની બોન્ડિંગ પ્રેમમાં બદલાઈ ગઈ. જો કે, બંનેએ તેમના સંબંધને મીડિયા સ્પોટલાઇટથી દૂર રાખ્યો હતો. 2018માં તેમની એક રોમેન્ટિક તસવીર વાયરલ થઈ ત્યારે તેમના સંબંધોની અટકળો વહેતી થઇ હતી. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Radhika-Merchant-With-Mukesh-Ambani-Nita-Ambani.jpg)
વાયરલ થયેલી તસવીરમાં અનંત અને રાધિકાએ મેચિંગ ઓલિવ ગ્રીન આઉટફિટ્સ પહેર્યા હતા. જ્યારે રાધિકા ઈશા અંબાણી અને આકાશ અંબાણીના લગ્ન સહિત અન્ય પારિવારિક કાર્યક્રમમાં જોવા મળી ત્યારે તેમના સંબંધો વિશેની અટકળો વધુ તીવ્ર બની હતી. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/anant-ambani-radhika-merchant-pre-wedding-1.jpg)
આ ઉપરાંત, કેટલાક મીડિયા અહેવાલોમાં એવું પણ બહાર આવ્યું છે કે અનંત અને રાધિકા વર્ષ 2020 માં કોવિડ દરમિયાન જામનગરમાં સાથે ફસાઇ ગયા હતા. બાદમાં રાધિકાએ એક નિવેદનમાં પણ આ વાતનો ખુલાસો કર્યો હતો. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/anant-ambani-radhika-merchant-haldi-dress.jpg)
રાધિકા મર્ચન્ટે પોતાના રિલેશનનું સિક્રેટ બધા સાથે શેર કરતી વખતે કહ્યું હતું કે, “માર્ચ 2020 માં, અનંત અને હું અહીં ફસાઇ થઈ ગયા અને અમે મહિનાઓ સુધી અમારા પરિવારને મળી શક્યા નહીં. અલગ રહેવું મુશ્કેલ હોવા છતાં, અમે જીવનની નાની નાની ખુશીઓ માણતા શીખ્યા.” (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/anant-ambani-radhika-merchant-wedding-photos.jpg)
તો આ દરમિયાન સમયે, અનંત અંબાણી એ તેના એક ઇન્ટરવ્યુમાં રાધિકા પ્રત્યેના પ્રેમની વાત પણ કરી છે. તેણે કહ્યું હતું કે, “રાધિકા મારી સૌથી મોટી તાકાત છે. હું રાધિકાને મેળવીને વધુ ભાગ્યશાળી માનું છું અને મારી માંદગી દરમિયાન તે હંમેશા મારી સાથે ઉભી રહી. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Radhika-Merchant-Anant-Ambani.jpg)
તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો લગ્ન સમારંભ 3 દિવસ સુધી ચાલશે. 12 જુલાઇના રોજ જિયો વર્લ્ડ સેન્ટરમાં અનંત - રાધિકા લગ્નબંધનમાં બંધાશે. ત્યારબાદ 13 જુલાઈએ શુભ આશીર્વાદ કાર્યક્રમ અને 14 જુલાઈએ ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/anant-ambani-radhika-merchant-pre-wedding.jpg)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us