Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anant-Ambani-Radhika-Merchant-Wedding-Photo-2.jpeg)
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને હેલ્થકેર કંપની ચલાવતા વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન થયા છે. આ લગ્નમાં દેશ-વિદેશની મોટી હસ્તીઓ હાજરી આપશે. અંબાણી પરિવારના લગ્નમાં હંમેશા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સનો ભારે ક્રેઝ જોવા મળે છે. અનંત અંબાણી પહેલા આકાશ અને ઈશાના વેડિંગ ફંક્શનમાં ઘણી ઈન્ટરનેશનલ સેલિબ્રિટીએ પરફોર્મન્સ આપ્યું હતું. આ માટે તેમણે કરોડોમાં ફી ચૂકવી હતી. ચાલો જાણીએ એવા સ્ટાર્સ વિશે જેમણે અંબાણી પરિવારના ફંક્શનમાં પરફોર્મ કરવા માટે કરોડો રૂપિયા ચાર્જ કર્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Justin-Bieber.jpg)
5 જુલાઈના રોજ, અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં હોલીવુડ પોપ ગાયક જસ્ટિન બીબરે પોતાના અવાજથી ફંક્શનમાં ચાર ચાંદ લગાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસ્ટિને તેના પરફોર્મન્સ માટે 85 કરોડ રૂપિયા લીધા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Rihanna.jpg)
પૉપ મ્યુઝિકની દુનિયાની સૌથી મોટી હસ્તીઓમાંની એક રિહાન્નાએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં મહેમાનોને તેના ગીતો પર ડાન્સ કરાવ્યો હતો. આ ઈવેન્ટ માટે પર્ફોર્મન્સ માટે રિહાન્નાને 74 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Backstreet-Boys.jpg)
બેકસ્ટ્રીટ બોયઝને 29 મેથી 1 જૂન સુધી ક્રૂઝ પર અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં એક રાત માટે પરફોર્મ કરવા માટે 5 થી 7 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Pitbull.jpg)
અમેરિકન સિંગર પીટબુલને અનંત રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં તેના પરફોર્મન્સ માટે 4 કરોડ રૂપિયા મળ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Andrea-Bocelli.jpg)
ઇટાલિયન સિંગર એન્ડ્રીયા બોસેલીએ પણ અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં પરફોર્મ કર્યું હતું, જેના માટે તેણે 45 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Katy-Perry.jpg)
કેટી પેરીને અનંત રાધિકાના ક્રુઝ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે 66 થી 75 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Shakira.jpg)
શકીરાએ અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગમાં એક પરફોર્મન્સ માટે લગભગ 10 થી 15 કરોડ
રૂપિયા ચાર્જ કર્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Coldplay.jpg)
અનંત અંબાણી પહેલા આકાશ અંબાણીએ વર્ષ 2019માં લગ્ન કર્યા હતા. આકાશ અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં કોલ્ડપ્લે પરફોર્મ કર્યું હતું. કોલ્ડપ્લેને ન્યૂઝીલેન્ડમાં આયોજિત આ ઈવેન્ટમાં તેમના પ્રદર્શન માટે રૂ. 8 કરોડ મળ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/The-Chainsmokers.jpg)
સ્વિટ્ઝર્લેન્ડમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના પ્રી-વેડિંગ ફંક્શનમાં ધ ચેઇનસ્મોકર્સે પરફોર્મ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે આ માટે 8 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Maroon-5.jpg)
મરૂન 5 મ્યુઝિક ગ્રુપે આકાશ-શ્લોકાના પ્રી-વેડિંગમાં પણ પરફોર્મ કર્યું હતું. આ માટે તેને 8 થી 12 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/John-Legend.jpg)
મુકેશ અને નીતા અંબાણીની એકમાત્ર દીકરી ઈશા અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનનું ઈટાલીમાં આયોજન કરવામાં આવ્યું હતું. 2018માં આયોજિત આ ફંક્શનમાં અમેરિકન સિંગર જોન લિજેન્ડે પરફોર્મ કર્યું હતું, જેના માટે તેને 8 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Beyonce.jpg)
પોપ સિંગર બેયોન્સે ઈશા અંબાણી અને આનંદ પીરામલના સંગીત સેરેમનીમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું, જેના માટે તેને ફી તરીકે 15 કરોડ રૂપિયા મળ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us