અનન્યા પાંડેને ફરીથી થયો પ્રેમ? માલદીવમાં મિસ્ટ્રી મેન સાથે મનાવ્યું વેકેશન
Ananya Panday : અભિનેત્રી અનન્યા પાંડેએ તેના માલદીવ વેકેશનની ઝલક શેર કરી રહી છે. ફોટામાં તેની સાથે એક મિસ્ટ્રી મેન પણ જોવા મળ્યો હતો, જેનાથી અટકળો છે તે તેનો નવો પ્રેમી છે
Ananya Panday : અભિનેત્રી અનન્યા પાંડેએ તેના માલદીવ વેકેશનની ઝલક શેર કરી રહી છે. તેની આ લેટેસ્ટ પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે. (Photo: Ananya Panday/Instagram)
અનન્યાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની બાજુમાં બેઠેલા એક વ્યક્તિનો ફોટો શેર કર્યો હતો, જેના કારણે અટકળો શરૂ થઈ ગઈ કે તે તેનો કથિત બોયફ્રેન્ડ વોકર બ્લેંકો હોઈ શકે છે. (Photo: Ananya Panday/Instagram)
અનન્યા પાંડેએ માલદીવમાં પોતાની સુંદર સાંજની એક ઝલક શેર કરી છે, જ્યાં તે એક સુંદર દૃશ્ય વચ્ચે બેઠી છે અને તેણે પોસ્ટ સાથે એક દિલ વાળું ઇમોજી પણ લખ્યું છે "ઉફ્ફ." (Photo: Ananya Panday/Instagram)
વોકર બ્લેંકો શિકાગોનો એક અમેરિકન મોડેલ છે જે હવે ગુજરાતના જામનગરમાં અનંત અંબાણીના એનિમલ શેલ્ટર પ્રોજેક્ટ વંતારામાં કામ કરી રહ્યો છે. (Photo: Ananya Panday/Instagram)
માલદીવ વેકેશનના ફોટા શેર કરતા અનન્યાએ લખ્યું કે ખૂબ જ આશ્ચર્યચકિત!!! દરિયાઈ કાચબાઓ સાથે તરવું, ડોલ્ફિન અને કેટલાક અદ્ભુત સૂર્યાસ્ત જોવો, ઇગલ રે ને તરતા જોવા, ટ્રી સ્પોટ પર સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણવો, મસાજ અને પિલેટ્સનો આનંદ લેવો!!!" (Photo: Ananya Panday/Instagram)