-
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો ચંકી પાંડેનું તેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડે સાથે સારું બોન્ડિંગ છે. અનન્યા અવારનવાર તેના પિતા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. (સોર્શ: @ananyapanday/instagram)
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
-
હાલમાં જ અનન્યાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હાથમાં ડ્રોઈંગ લઈને ઉભી જોવા મળી રહી છે. (સ્રોત: @ananyapanday/instagram)
-
આ ડ્રોઈંગ તેના પિતા ચંકી પાંડેએ બનાવ્યું છે. તેમણે પાસ્તાનું ચિત્ર બનાવ્યું છે. (સ્રોત: @ananyapanday/instagram)
-
આ તસવીરમાં ચંકી પાંડે ડ્રોઈંગ બનાવતો જોવા મળી રહ્યો છે. ચિત્ર બનાવતી વખતે તે ખૂબ જ ગંભીર દેખાઈ રહ્યો છે. (સ્રોત: @ananyapanday/instagram)
-
અનન્યાએ તેના પિતાનું આ ચિત્ર ખરીદ્યું છે. તેણે ડ્રોઈંગ ખરીદ્યા પછી ચૂકવણીની રિસિપ્ટ પણ શેર કરી છે. અનન્યાએ આ ડ્રોઈંગ માટે તેના પિતાને 11 રૂપિયા આપ્યા છે. (સ્રોત: @ananyapanday/instagram)
-
આ તસવીરો શેર કરતા અનન્યાએ કેપ્શનમાં લખ્યું, “પપ્પા ડ્રોઇંગમાં હાથ અજમાવતા હોય છે. આ આર્ટને ‘ફર્સ્ટ પાસ્તા આર્ટ’ કહી શકાય. અને આ પેઇન્ટિંગ ખરીદનારી હું પહેલી ખરીદનાર છું.” (સ્રોત: @chunkypanday/instagram)
-
તમને જણાવી દઈએ કે, અનન્યાએ 2019માં કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધી યર 2’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 10 મેના રોજ તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ચાર વર્ષ પૂરા કરવા જઈ રહી છે. આ સફરમાં અભિનેત્રી અત્યાર સુધીમાં આઠ ફિલ્મો અને એક વેબ સિરીઝનો ભાગ રહી ચૂકી છે. હાલમાં તે આયુષ્માન ખુરાના સાથેની તેની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ને લઇને લાઈમલાઈટમાં છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલિઝ થશે. (સોર્શ: @chunkypanday/instagram)
(આ પણ વાંચોઃ ઐશ્વર્યા રાય સાથે લવ સીન કરવાથી ડરતા હતા રજનીકાંત, લેવા પડ્યા કેટલાય ટેક )ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
