અનન્યા પાંડે : બોલિવૂડ એકટ્રેસ અનન્યા પાંડે (Ananya Pandey) તાજતેરમાં યુનિક વેડિંગ અથવા ફેસ્ટિવલ વાઈબ્સ આપતા આઉટિફટમાં જોવા મળી હતી. અભિનેત્રી તેની એકટિંગ ઉપરાંત તેની યુનિક ફેશન સ્ટાઇલ માટે પણ ચર્ચામાં રહે છે. જે તેને Gen-Zs અને millennials માટે એકસરખી અલ્ટીમેટ સ્ટાઇલની પ્રેરણા આપે છે. અનન્યા પાંડે તેના આઉટફિટમાં અદભુત લાગે છે.
અનન્યા પાંડે ફેશન : તાજેતરમાં જ તેના અદભૂત રેમ્પ વોકમાં ધૂમ મચાવી છે, તેણે બ્લેક અને ગોલ્ડન લહેંગામાં ટ્રેડિશનલ લુક સાથે ફરી એકવાર આપણું ધ્યાન ખેંચ્યું છે. આ ટાઈમલેસ કોમ્બિનેશનનમાં જટિલ મિરરવર્ક સાથે સ્ટ્રેપલેસ બ્લાઉઝ છે. બ્લાઉઝ તેના ખભા અને કોલરબોન્સને સંપૂર્ણ રીતે હાઇલાઇટ કરે છે, આ આઉટફિટમાં એકટ્રેસ એલિગન્ટ લાગે છે.
અનન્યા પાંડે આઉટિફટ : લાંબા અને સુંદર લહેંગામાં મિરરવર્ક સાથે બોલ્ડ જિયોમેટ્રિક પેટર્ન છે, જે તેના આઉટફિટમાં યોગ્ય પ્રમાણમાં ચમક ઉમેરે છે. ટ્રેડિશનલ ટચ ઉમેરવા માટે અનન્યાએ મેચિંગ દુપટ્ટો પસંદ કર્યો છે. એક ખભા પર લટકાવી તેના બીજા હાથની આસપાસ લપેટીને તેણે દુપટ્ટાને ક્લીન અને પોલિશ્ડ રીતે સ્ટાઇલ કર્યો છે.
અનન્યા પાંડે એક્સેસરીઝ : એક્સેસરીઝની વાત આવે ત્યારે અભિનેત્રીએ તેને ક્લાસી અને બોલ્ડ રાખી હતી. અનન્યાએ ભારે ચોકર પીસ પસંદ કર્યો, તેને ટ્રેડિશનલ રાઉન્ડ ઇયરિંગ્સ સાથે પેર બનાવી જેમાં વધુ પડતું બ્લિંગ ઉમેરાયું ન હતું. તેના આઉટફિટને યુનિક ટચ આપવા માટે અનન્યાએ બંગડીઓ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.
અનન્યા પાંડે એક્સેસરીઝ : આઉટફિટ અને જ્વેલરી પર ફોકસ રાખવા માટે અનન્યા ક્લાસિક અને ટ્રેન્ડી હેરસ્ટાઈલ પસંદ કરી છે. તેણે બન હેરસ્ટાઇલથી લુકને એલિગન્ટ ટચ આપવાની ટ્રાય કરી છે. બોલ્ડ છતાં અદભૂત ગ્લેમ માટે અભિનેત્રીએ આઈશેડો, કાજલ, ન્યૂડ લિપસ્ટિક અને ચળકતા ગાલ સાથે લુક કંપ્લીટ કર્યો છે.ત્યારબાદ લુકને કંપ્લીટ કરવા માટે તેણે એક કાળી બિંદીની ટચ આપીને લુકને પરફેક્ટ બનાવાની ટ્રાય કરી છે, આ લુક ફેસ્ટિવલ અને લગ્ન પ્રસંગ માટે પરફેક્ટ છે.