Animal : અનિલ કપૂર અને બોબી દેઓલ કરતાં પણ રણબીર કપૂર છે અમીર, જાણો ‘એનિમલ’ કાસ્ટની નેટવર્થ
Animal : એનિમલમાં રણવીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાના, શક્તિ કપૂર સહિતના કલાકારોએ દમદાર ભૂમિકા ભજવી છે. આ કલાકારોએ તેમની ભૂમિકાઓ માટે ભારે ફી પણ વસૂલ કરી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ એનિમલની સ્ટાર કાસ્ટની નેટવર્થ.
રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ' 1 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. દર્શકો આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 'એનિમલનું ટ્રેલર' રિલીઝ થયા બાદ ચાહકોમાં બમણો ક્રેઝ થઇ ગયો છે. સંદીપ રેડ્ડી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ફિલ્મમાં તમામ કલાકારોએ દમદાર ભૂમિકા ભજવી છે. આ કલાકારોએ તેમની ભૂમિકાઓ માટે ભારે ફી પણ વસૂલ કરી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ એનિમલની સ્ટાર કાસ્ટની નેટવર્થ.
રણબીર કપૂર મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રણબીર કપૂરે ફિલ્મ એનિમલ માટે 70 કરોડ રૂપિયા ફી લીધી છે. અહેવાલો અનુસાર, તેમની કુલ સંપત્તિ 45 મિલિયન ડોલર એટલે કે 345 કરોડ રૂપિયા છે.
બોબી દેઓલ તો બોબી દેઓલને લઇને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે, એક્ટરે આ ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા ફી લીધી છે. અહેવાલો અનુસાર, તેમની કુલ સંપત્તિ 10 મિલિયન ડોલર એટલે કે 84 કરોડ રૂપિયા છે.
અનિલ કપૂર અનિલ કપૂરે ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂરના પિતાની ભૂમિકા ભજવી હતી. જે માટે તેને 2 કરોડ રૂપિયા મળ્યા હતા. તેની નેટવર્થ વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા 19 મિલિયન ડોલર એટલે કે 140 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.
શક્તિ કપૂર 'એનિમલ'માં શક્તિ કપૂર મહત્વના રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શક્તિ કપૂરને તેના રોલ માટે 30 લાખ રૂપિયા મળ્યા છે. રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 37 કરોડ રૂપિયા છે.
સુરેશ ઓબેરોય સુરેશ ઓબેરોય એનિમલમાં રણબીર કપૂરના દાદાના રોલમાં જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોલ માટે તેને 20 લાખ રૂપિયા મળ્યા છે. અહેવાલો અનુસાર, સુરેશની કુલ સંપત્તિ 60 કરોડ રૂપિયાથી વધુ છે.