આજકાલ લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને અનેક પ્રકારની કલ્પનાશીલ તસવીરો બનાવી રહ્યા છે. AIની મદદથી કોઈપણ વ્યક્તિનો ફોટો જાડો કે પાતળો બનાવી શકાય છે. તાજેતરમાં, AIનો ઉપયોગ કરીને કેટલાક ફિટ બોલિવૂડ કલાકારોનો ફેટ લુક બનાવવામાં આવ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે અને આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આવો જોઈએ બોલિવૂડના કલાકારો ફેટ લૂકમાં કેટલા ફિટ દેખાશે.આ તસવીરમાં વરૂણ ધવન કેટોલો જાડો જોવા મળી રહ્યો છે. કદાચ આ તસવીરો તમારું ભરપૂર મનોરંજન કરશે. જોન અબ્રાહ્મ જે પોતાની ફિટનેસ અને આકર્ષક બોડીને કારણે ચર્ચામાં રહે છે. તેઓ આ પ્રકારની લૂકમાં કેવો લાગી રહ્યો છે તે જોવા જેવું છે. આ તસવીર જોઇને તમે આ એક્ટરને તો ચોક્કસથી ઓળખી ગયા હશો. આ એક્ટર ટાઇગર શ્રોફ છે. જે પોતાના હોટ, આકર્ષક અને ફલેક્સીબલ બોડી માટે પ્રખ્યાત છે. જેકી શ્રોફનો પુત્ર ટાઇગર શ્રોફ ખુબ જ સારો ડાન્સર છે. વિદ્યુત જામવાલ આ તસવીરમાં AIના લૂકમાં એકદમ અલગ દેખાય રહ્યો છે. અક્ષય કુમારની વાત કરીએ તો ફિટનેસ ફ્રિક AIના લૂકમાં એકદમ રમૂજી અને હેવી વેઇટમાં જોવા મળી રહ્યો છે. રણવીર સિંહની વાત કરીએ તો એક્ટર AIના લૂકમાં એકદમ ફૂલેલા ગુબારો જેવો લાગી રહ્યો છે. આ તસવીર જોતા તમને આઇડિયા આવી ગયો હશે કે આ એક્ટર બીજુ કોઇ નહીં સલમાન ખાન છે. સલમાન ખાન આ ગુબારાની જેમ ફૂલેલા પેટ સાથે એરદમ કોમેડી લાગી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, સલમાન ખાન આજે 27 ડિસેમ્બરે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. બોલિવૂડનો મોસ્ટ હેન્ડસ્મ એક્ટર હ્રિતિક રોશન આ લૂકમાં કેવો લાગી રહ્યો છે એ જોઇને તમે ચોક્કસથી પેટ પકડીને હસવું આવતું હશે. લોકોએ શાહરૂખ ખાનને પણ આ કરતૂતથી બચાવ્યો નથી. કિંગ ખાન પણ AIનો શિકાર બની ગયો છે. સોનુ સૂદની આ તસવીર જોઇને તો તમને હસી હસીને પેટમાં દુખવા લાગશે તેવી અનુભૂતિ થઇ રહી છે.