-
ભારતીય ક્રકેટર રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. ગઇકાલે (23 જાન્યુઆરી) કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન તમામ વિધી સાથે થયા હતા. બંનેએ સાંજે 4.12 વાગ્યે ફેરા લીધા હતા. કપલે કૃષ્ણ ભજન ‘અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ’ સાથે સપ્તપદીના વચન લીધા હતા. (Photo source Athiya Shetty instagram)
-
જણાવી દઈએ કે ક્રિકેટર કેએલ રાહુલ અને સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. ક્રિકેટર કેએલ રાહુલએ પોતાના લગ્ન માટે હાલમાં જ બીસીઆઈ પાસે રજા માંગી હતી. કેએલને મળતા પહેલા આથિયા એક અમેરિકન રેપરને ડેટ કરી રહી હતી. (Photo source Athiya Shetty instagram)
-
આ તસવીરોમાં આથિયા દુલ્હનના રૂપમાં ખુબ જ સુંદર લાગી રહી છે. આથિયાએ લાઇટ પિંક રંગનો લહેંગો પહેર્યો હતો.
મળતી માહિતી અનુસાર, આથિયા શેટ્ટીના લહેંગાને અનામિકા ખન્નાએ ડિઝાઇન કર્યો હતો. આ લહેંગાને તૈયાર કરવા માટે લગભગ 10 હજાર કલાક એટલે કે 416 દિવસનો સમય લાગ્યો હતો. (Photo source Athiya Shetty instagram) -
ડિઝાઇનર અનામિકાએ આથિયા શેટ્ટીના લહેંગા માટે ખુબ જ જીણવટપૂર્વક કામ કર્યું હતું. ત્યારે ખાસ વાત એ છે કે, આથિયાના લહેંગાને હાથથી બનાવવામાં આવ્યો હતો. લહેંગાને જરદોશીના વર્કથી શણગારવામાં આવ્યો છે. તેમજ દુપટ્ટો સિલ્ક ઓર્ગેજાથી તૈયાર કરવામાં આવ્યો છે. ડિઝાઇનર અનામિકા ખન્નાએ જણાવ્યું હતું કે, આથિયા શેટ્ટી આરામદાયક કપડા પહેરવાનું પસંદ કરે છે. જેને પગલે તેના લહેંગામાં કૈનકૈન લગાવવામાં આવ્યું નથી. કેએલ રાહુલે પણ આથિયા શેટ્ટીના લહેંગાને મેંચિંગ શેરવાની પહેંરી હતી. (Photo source Athiya Shetty instagram)
-
લગ્નવિધિ સંપન્ન થયા બાદ સુનીલ શેટ્ટી અને અહાન શેટ્ટી મીડિયા અને તેમના તમામ પ્રશંકોનો આભાર વ્યક્ત કરવા માટે બહાર આવ્યા હતા. જેનો વીડિયો બુલેટ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, “રાહુલનો સસરો નહીં પિતા બનીને રહેવા માંગુ છુ. આ મારી ખાસિયત છે અને આ જ કરી શકું” (Photo source Athiya Shetty instagram)