Bigg Boss 17 : વિક્કી જૈન આ ક્રિકેટ ટીમના માલિક, પત્ની અંકિતા લોખંડેથી ચાર ગણી વધુ સંપત્તિ છે
Bigg Boss 17 : ટેલિવિઝન એક્ટ્રેસ અંકિતા લોંખડે અને વિકી જૈન બિગ બોસ 17માં ખુબ જ લાઇમલાઇટમાં રહે છે. શું તમે જાણો છો કે વિકી જૈન બહુ મોટા બિઝનેસમેન છે. વિકી જૈનની સંપત્તિ અંકિતા લોખંડે કરતાં ચાર ગણી છે.
સલમાન ખાનના શો 'બિગ બોસ 17'માં ફેન્સને ભરપૂર મનોરંજનનો ડોઝ મળી રહ્યો છે. શોમાં તમામ સ્પર્ધકોનું દબદબો છે. જેમાંથી એક અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન છે. આ દંપતી લાઈમલાઈટમાં રહેવાની કોઇ તક છોડતું નથી.
જો રિપોર્ટ્સનું માનીએ તો અંકિતા લોખંડે બિગ બોસ માટે મોટી ફી વસૂલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર અંકિતાને દરેક એપિસોડ માટે 12 લાખ રૂપિયા મળે છે. જ્યારે તેના પતિ વિકી જૈનને 5 લાખ રૂપિયા મળે છે.
આ સિવાય તેઓ મહાવીર ઈન્સ્પાયર ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે. આ કંપની બિલાસપુરમાં કોલસાનો વેપાર, વોશરી, લોજિસ્ટિક્સ, પાવર પ્લાન્ટ, રિયલ એસ્ટેટ અને હીરાનો વેપાર કરે છે.