Bigg Boss OTT 3: વડાપાવ ગર્લ થી લઇ વિશાલ પાંડે બિગ બોસ ઓટોટી 3 માં મચાવશે ધમાલ, જુઓ તમામ સ્પર્ધકોની યાદી
Bigg Boss OTT Season 3 Confirmed Contestants List: બિગ બોસ ઓટીટી સીઝન 3 નવા હોસ્ટ અને સ્પર્ધક સાથે શરૂ થયુ છે. બિગ બોસ ઓટીટી 3ના કન્ફર્મ 16 સ્પર્ધકના સામે આવ્યા છે. આ વખતે સલમાન ખાનના બદલે અનિલ કપૂર બિગ બોસ હોસ્ટ કરવાના છે. આ વખતે સોશિયલ મીડિયા સેલિબ્રિટી અને ઈન્ફ્લુએન્સરની મોટી ટીમ બિગ બોસના ઘરમાં ધમાલ મચાવશે. જુઓ બિગ બોસ ઓટીટી 3 સીઝનના 16 કન્ફર્મ કન્ટેસ્ટન્ટ
બિગ બોસ ઓટીટી 3 સીઝન - 16 સ્પર્ધક બિગ બોસ ઓટીટી સીઝન 3 નવા હોસ્ટ અને સ્પર્ધક સાથે શરૂ થયુ છે. બિગ બોસ ઓટીટી 3ના કન્ફર્મ 16 સ્પર્ધકના સામે આવ્યા છે. આ વખતે સલમાન ખાનના બદલે અનિલ કપૂર બિગ બોસ હોસ્ટ કરવાના છે. આ વખતે સોશિયલ મીડિયા સેલિબ્રિટી અને ઈન્ફ્લુએન્સરની મોટી ટીમ બિગ બોસના ઘરમાં ધમાલ મચાવશે. જુઓ બિગ બોસ ઓટીટી 3 સીઝનના 16 કન્ફર્મ કન્ટેસ્ટન્ટ
સના મકબૂલ (Sana Makbul) સના મકબૂલ (સના ખાન) બિગ બોસ ઓટીટી 3 ના ઘરમાં જોવા મળવાની છે. સનાએ 2009માં એમટીવીના શો તીન દિવા થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે કિતની મોહબ્બત હૈ 2, ઇસ પ્યાર કો ક્યા નામ દૂ અને અર્જુન જેવા શોમાં કામ કર્યું હતું. 2021માં રિયાલિટી શો ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 11માં પણ જોવા મળી હતી. (ફોટો સોર્સઃ @divasana)
વિશાલ પાંડે (Vishal Pandey) બિગ બોસ ઓટીટી 3 સ્પર્ધકમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિશાલ પાંડે પણ સામેલ છે. વિશાલ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ભારતમાં ટિકટોક યુગ હતો અને આજે પણ તે ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા ખ્યાતિ મેળવી રહ્યો છે. આ ઉપરાંત તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળ્યો છે, જેમાં રૂલા કે ગયા ઇશ્ક તેરા અને તુ ભી રોએગા લોકપ્રિય છે. વિશાલ પાંડેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 9 મિલિયન ફોલોઅર્સ છે. (Photo: @vishalpandey_21)
પૌલોમી દાસ (Poulomi Das) બિગ બોસ ઓટીટી 3 કન્ટેસ્ટન્ટમાં ટીવી એક્ટ્રેસ પોલોમી દાસ પણ સામેલ છે. કલકત્તાની રહેવાસી પૌલમી દાસે વર્ષ 2016માં ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલમાં મોડલ તરીકે કરિયરની શરુઆત કરી હતી. આ પછી તે સુહાની સી એક લડકી, દિલ હી તો હૈ અને કાર્તિક પૂર્ણિમા જેવા ટીવી શોમાં જોવા મળી ચૂકી છે. વર્ષ 2022 અને 2023માં તેને નાગિન 6 જોવા મળી હતી અને અહીંથી તેને વધુ ઓળખ મળી હતી. (Photo: @poulomipolodas_official)
અરમાન મલિક બંને પત્ની પાયલ અને કૃતિકા સાથે (Armaan Malik and his 2 Wives) યૂટ્યૂબર અરમાન મલિક તેની બંને પત્ની સાથે બિગ બોસ ઓટીટી 3 શોમાં ભાગ લેવાના છે. તે પોતાની બંને પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિક સાથે આ શોમાં ભાગ લેવા જઈ રહ્યો છે. આ પહેલી વાર હશે જ્યારે આ પ્રકારની જોડી શોમાં જોવા મળશે. (Photo: @armaan__malik9/)
સના સુલતાન (Sana Sultana) મુંબઈમાં જન્મેલી સના સુલતાન ખાને પંજાબી મ્યુઝિક વીડિયોથી લોકપ્રિયતા મેળવી હતી. મુસ્લિમ પરિવારમાં જન્મેલી સનાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તેણે ટિકટોક પર કન્ટેન્ટ પણ બનાવ્યું છે. સાથે જ ઈન્સ્ટાગ્રામ પર પણ તેની ઘણી ફેન્ડમ છે. ખાસ સ્ટાઇલમાં ઉર્દૂ બોલવાની ખાસિયત પણ તેને પોતાનામાં ખાસ બનાવે છે. (Photo: @sanakhan00)
સાઈ કેતન રાવ (Sai Ketan Rao) ફેમસ ટીવી એક્ટર સાઈ કેતન રાવ બિગ બોસ ઓટીટી 3 સીઝનમાં કન્ટેસ્ટન્ટ તરીકે આવી રહ્યા છે. ટીવી શો મહેંદી હૈ રચને વાલી માટે પ્રખ્યાત થયેલા સાઈ કેતન રાવ ચાસની અને ઇમલી જેવા શોની સાથે ઘણા તેલુગુ ટીવી શો અને ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. સાઈ કેતન રાવને એક્ટિંગ ઉપરાંત બોક્સિંગ પણ આવડે છે, તેણે સ્ટેટ લેવલે બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. (Photo: @saiketanrao)
વડા પાંવ ગર્લ ચંદ્રિકા દીક્ષિત (Vada Pav Girl Chandrika Dixit) વડા પાંવ ગર્લ નામથી જાણીતી ચંદ્રિકા દીક્ષિત પણ બિગ બોસ ઓટીટી 3 સીઝનમાં તડકો લગાવશે. દિલ્હીમાં વડાપાંવ વેચવાના વાયરલ વીડિયોથી ચંદ્રિકા દીક્ષિત લોકપ્રિય થઇ છે. તેના વીડિયોથી તેને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોવર્સ મળ્યા છે. આવી સ્થિતિમાં, તે આ રિયાલિટી શોની સૌથી મનોરંજક સ્પર્ધક સાબિત થઈ શકે છે. (Photo: @chandrika.dixit)
લવ કટારિયા (Luv Kataria) લવ કટારિયા પણ બિગ બોસ ઓટીટી 3 કન્ટેસ્ટન્ટમાં સામેલ છે. લવ કટારિયા એક યુટ્યુબર, મોડેલ, એક્ટર અને બિઝનેસમેન છે, જે પોતાની ચેનલ પર મજેદાર વીડિયો અને વ્લોગ્સ બનાવવા માટે ફેમસ છે. પોતાની કોલેજના બીજા વર્ષ દરમિયાન દિલ્હીમાં ફિલ્માવવામાં આવેલા કેટલાક વીડિયો વાયરલ થયા બાદ તેણે પોતાની ચેનલ શરૂ કરી હતી. (ફોટો સોર્સઃ @corrupt_tuber/ઈન્સ્ટાગ્રામ)
મુનીષા ખટવાણી (Munisha Khatwani) બિગ બોસ ઓટીટી 3 સ્પર્ધકમાં અભિનેત્રી અને ટેરો કાર્ડ રીડર મુનીષા ખટવાણીનું નામ સામે આવ્યું છે. મુનીષા ટીવી સીરિયલ જસ્ટ મોહબ્બત, અપને પારાય અને તંત્રામાં જોવા મળી ચૂકી છે. એસ્ટ્રોલોજર તરીકે તેઓ મુંબઈની પાર્ટી સર્કિટનું એક જાણીતું નામ છે. (Photo: munishakhatwani)
દીપક ચૌરસિયા (Deepik Chaurasia) દીપક ચૌરસિયા બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝનમાં કન્ફર્મ કન્ટેસ્ટન્ટની લિસ્ટમાં સામેલ છે. વિવિધ ન્યૂઝ એજન્સીઓમાં કામ કરવા માટે જાણીતા સિનિયર પત્રકાર દીપક ચૌરસિયા પહેલાં પત્રકાર જિગ્ના વોરા પણ બિગ બોસની છેલ્લી સીઝનમાં સ્પર્ધક તરીકે આવી હતી. (Photo: Deepak Chaurasia/Facebook)
નાઇઝી (Naezy) બિગ બોસ ઓટીટી 3ના કન્ટેસ્ટન્ટમાં રેપર નાઇઝી' નામ પણ સામેલ છે. નાવેદ શેખ ઉર્ફ નાઇઝી મુંબઇનો એક રેપર છે જે પોતાની સ્ટ્રીટ હિપ-હોપ સ્ટાઇલ માટે જાણીતો છે. તેના હિટ ગીતોમાં રસ્તા મુશ્કિલ, અસલ હસ્ટલ, હક હઇ, તહેલકા, આઝાદ હૂં મૈં, મેરે ગલી મેં નો સમાવેશ થાય છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગલી બોય તેની રિયલ લાઈફ પર આધારિત હતી. (Photo: naezythebaa)
નીરજ ગોયત (Neeraj Goyat) બિગ બોસ ઓટીટી 3 સીઝનના કન્ફર્મ સ્પર્ધકોની યાદીમાં સ્પોર્ટસ મેન નીરજ ગોયતનું નામ પણ સામેલ છે. નિરાજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. હરિયાણાના બોક્સર અને મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ નીરજ ફિલ્મ આરઆરઆર, મુક્કાબાઝ, તૂફાન અને ઘણી તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. (Photo: Neeraj Goyat/Facebook)
શિવાની કુમારી (Shivani Kumari) શિવાની કુમારી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. જે પોતાના ડાન્સ અને કોમેડી વીડિયોથી લોકોનું મનોરંજન કરે છે. ઉત્તર પ્રદેશના ગામડાની આ છોકરી તેની માતા અને બહેનો સાથે ગામઠી ભાષામાં ગામડાનું જીવન રજૂ કરવા માટેજાણીતી છે. તે બાલમા અને શોર નામના બે આલ્બમ શોમાં પણ જોવા મળી છે. (Photo: @shivani__kumari321/instagram)
જીઓવાન્ની ડેલબિઓન્ડો (Giovanni DelBiondo) અનિલ કપૂરનો હમશકલ કહેવાતા જીઓવાન્ની ડેલબિયોન્ડો બિગ બોસ ઓટીટી 3 સીઝનમાં જોવા મળશે. પ્રોફેશનલ બોડી બિલ્ડર અને ડાયેટ કોચ જીઓવાન્ની ડેલબિયોન્ડો એ ઘણી વખત અનિલ કપૂરના બોડી ડબર તરીકે કામ કર્યું છે. જીઓવાન્ની ડેલબિયોન્ડોનો ચહેરો અનિક કપૂર સાથે મળતો આવે છે.