અક્ષય કુમારની આ અભિનેત્રીનો સિનેમાથી થઈ ગયો મોહભંગ, બની ગઈ બૌદ્ધ સાધુ
બરખા મદન (Barkha Madaan) 10 વર્ષ પહેલા ફિલ્મી દુનિયા છોડીને બૌદ્ધ સાધુ (buddhist monk) બની ગઈ હતી. તેમનો મોટાભાગનો સમય હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના ધર્મશાળા (Dharmshala) માં વિતાવે છે.
Barkha Madaan : બોલીવુડ (Bollywood) ની ઘણી એવી અભિનેત્રીઓ (Actress) છે જેમણે સિનેમાની દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમાંથી કેટલીક પરિવારની સંભાળી રહી છે, તો કેટલીક અન્ય વ્યવસાયમાં વ્યસ્ત છે. તો આ બધા વચ્ચે એક અભિનેત્રી એવી પણ છે, જેણે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું અને બૌદ્ધ સાધુ (buddhist monk) બની ગઈ. તેનું નામ છે બરખા મદન છે.
બરખાના યાદગાર પાત્રોમાં રામ ગોપાલ વર્માની ભૂતમાં તેણીએ ભજવેલી ભૂતની ભૂમિકા છે. બરખા મદાને ફિલ્મોની સાથે સાથે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું અને કેટલાક શોની હોસ્ટ પણ હતી.
પરંતુ પછી અચાનક બરખા મદનનો ગ્લેમર ઈન્ડસ્ટ્રી પ્રત્યેનો મોહ ઓગળી ગયો. તે સાધ્વી બની ગઈ. સાધ્વી બન્યા બાદ તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને આજે તે બૌદ્ધ સાધુ તરીકે પોતાનું જીવન જીવી રહી છે.