શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મના કેટલાક સીન્સમાં શાહરૂખ ખાન ટકલાના લૂકમાં જોવા મળે છે. શાહરૂખના આ લુકની હાલમાં ભારે ચર્ચા થઈ રહી છે.
શાહરૂખ પહેલા બોલિવૂડના ઘણા કલાકારો ફિલ્મોમાં તેમની અલગ-અલગ ભૂમિકાઓ માટે ટાલના લૂકમાં જોવા મળ્યા છે. જેમાં સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમારથી લઈને સંજય દત્ત સુધીના ઘણા કલાકારો સામેલ છે.
સંજય દત્તઃ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ 'અગ્નિપથ' માટે સંજય દત્તે મૂંડન કરાવ્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્તના 'કાંચા ચાઇના'ના રોલની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. (પીસી: સ્ટિલ ફ્રોમ ફિલ્મ)