Cameo Role In Bollywood Film : કેમિયો રોલથી આલિયા ભટ્ટ, અજય દેવગન, અક્ષય કુમાર સહિતના બોલિવૂડ એકટર્સ કરે છે કરોડોની કમાણી
Cameo Role In Bollywood Film : બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ ફિલ્મોમાં થોડીક જ એક્ટિંગ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મોમાં મોટા સ્ટારનો કેમિયો રોલ દર્શકોને આકર્ષવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આલિયા ભટ્ટ, અજય દેવરણ, અક્ષય કુમાર સહિતના બોલીવૂડ એક્ટર્સ કેમિયો રોલ માટે કરોડો રૂપિયા ફી લીધી છે. જુઓ કોણ કેટલા કરોડો રૂપિયા ફી લીધી
બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જે ફિલ્મોમાં એક્ટિંગ કરવા માટે કરોડો રૂપિયાની ફી લે છે. આમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમનો સ્ટાર પાવર કોઈપણ ફિલ્મને હિટ બનાવવા માટે પૂરતો છે. આવી સ્થિતિમાં ઘણી વખત આ સ્ટાર્સ ફિલ્મોમાં કેમિયો રોલમાં જોવા મળે છે. કેમિયો રોલ ફિલ્મને સારી પ્રસિદ્ધિ આપે છે અને ફિલ્મની સફળતામાં પણ મદદરૂપ સાબિત થાય છે. જોકે ઘણા સ્ટાર્સ ફિલ્મોમાં સ્પેશિયલ અપિયરન્સ માટે કોઈ ફી લેતા નથી. પરંતુ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક એવા સ્ટાર્સ છે જે કેમિયો રોલ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. ચાલો જાણીએ એવા સ્ટાર્સ અને તેમણે ફિલ્મોમાં કેમિયો રોલ વિશે લીધેલી કરોડો રૂપિયાની ફી વિશે.
અજય દેવગણ - આરઆરઆર ફિલ્મમાં કેમિયો રોલ (Ajay Devgn - RRR Film, Cameo Role Fee) અજય દેવગન એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'RRR'માં 8 મિનિટ માટે જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેએ આ ફિલ્મમાં તેના રોલ માટે 35 કરોડ રૂપિયા ફી લીધી હતી. (Still From Film)
ઉર્વશી રૌતેલા વોલ્ટેર વીરાયામાં કેમિયો રોલ (Urvashi Rautela Cameo Role Fee) ઉર્વશીએ આ વર્ષે રિલીઝ થયેલી ચિરંજીવી સ્ટારર તેલુગુ ફિલ્મ 'વોલ્ટેર વીરાયા'માં તેની 3 મિનિટની એક્ટિંગ માટે 3 કરોડ રૂપિયા લીધા હતા. (Still From Film)
અક્ષય કુમાર - અતરંગી રેમં કેમિયો રોલ (Akshay Kumar - Atrangi Re, Role Fee) બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારે સારા અલી ખાન અને ધનુષની ફિલ્મ 'અતરંગી રે'માં કેમિયો રોલ કર્યો હતો. તેણે આ રોલ માટે 27 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.(Still From Film)
સિલ્વેસ્ટર સ્ટેલોન - કમબખ્ત ઇશ્કમાં કેમિયો રોલ (Sylvester Stallone - kambakkht ishq, Role Fee) અમેરિકન અભિનેતા સિલ્વેસ્ટર સ્ટેલોને બોલિવૂડના અક્ષય કુમાર અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ 'કમબખ્ત ઇશ્ક'માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી, જેમાં તેણે પોતે જ ભૂમિકા ભજવી હતી. આ અભિનેતા ફિલ્મમાં માત્ર એક મિનિટ માટે જોવા મળ્યો હતો જેના માટે તેણે 3.4 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. (Still From Film)