ચંકી પાંડે નું બાંદ્રામાં આવેલું ઘર એકદમ આલિશાન મહેલ જેવું છે, જુઓ અંદરના ફોટા
Chunky Panday House Inside Pics : ચંકી પાંડે તેની પત્ની ભાવના પાંડે સાથે મુંબઈના બાંદ્રામાં રહે છે. ફરાહ ખાન તેના કુક દિલીપ સાથે બોલિવૂડ સ્ટાર્સના ઘરોની મુલાકાત લે છે અને તેના યુટ્યુબ ચેનલ પર વીડિયો શેર કરે છે. ફરાહનો વીડિયો જોયા પછી તે સ્પષ્ટ થાય છે કે તેમનું ઘર કોઈ વૈભવી મહેલથી ઓછું નથી.
Chunky Panday Bandra home Inside pics : ફરાહ ખાન તેના કુક દિલીપ સાથે બોલિવૂડ સ્ટાર્સના ઘરોની મુલાકાત લે છે અને તેના યુટ્યુબ ચેનલ પર વીડિયો શેર કરે છે, જેને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. આ વખતે ફરાહ ખાને અભિનેતા ચંકી પાંડેના ઘરનો હાઉસ ટૂર કર્યો હતા.(Photo: Farah Khan/YouTube)
ચંકી પાંડે તેની પત્ની ભાવના પાંડે સાથે મુંબઈના બાંદ્રામાં રહે છે. ફરાહનો વીડિયો જોયા પછી તે સ્પષ્ટ થાય છે કે તેમનું ઘર કોઈ વૈભવી મહેલથી ઓછું નથી. (Photo: Farah Khan/YouTube)
આગળ વધતા ફરાહે ડાઇનિંગ એરિયા બતાવ્યો અને પોતાના મિત્ર ચંકીને મજાકિયા અંદાજમાં ચીડવતા કહ્યું તે આ તે ટેબલ છે જ્યાં અમે આવીએ છીએ અને બેસીએ છીએ પણ ચંકીએ અમને ક્યારેય ખાવાનું ખવડાવ્યું નથી.(Photo: Farah Khan/YouTube)
ફરાહે વીડિયોમાં ચંકી પાંડેના ઘરનો સનરૂફ એરિયા આગળ ભાગ બતાવ્યો હતો, જ્યાં કાચની દિવાલો અને દરવાજાઓથી શણગારેલી આ જગ્યામાંથી કુદરતી પ્રકાશ અંદર આવે છે. ફરાહે કહ્યું કે આ ચંકીનું સુંદર સનરૂફ છે, જ્યાં અમે ગેમ રમીએ છીએ.(Photo: Farah Khan/YouTube)
ત્યારબાદ ફરાહે ચંકી પાંડેના લીલાછમ ગાર્ડનના એરિયાની ઝલક બતાવી હતી. તે મોટા છોડ, શેડી કોર્નર છે, તે તેમના બાંદ્રા સ્થિત ઘરના સૌથી શાંત સ્થળોમાંથી એક છે. (Photo: Farah Khan/YouTube)
આ દરમિયાન ફરાહ ખાને દિલીપ સાથે મજાક કરતા કહ્યું કે જુઓ, શું તમે ક્યારેય બાંદ્રામાં આવું જંગલ જોયું છે. જ્યારે દિલીપે ના કહ્યું, ત્યારે ફરાહે મજાકમાં કહ્યું કે તો પછી તમે અહીં કેમ રોકાઇ જાતા નથી? (Photo: Farah Khan/YouTube)