Deepika padukone : દીપિકા પાદુકોણ જલ્દી માતા બનવા માગે છે, શું કહ્યું એક્ટ્રેસે? January 05, 2024 09:30 IST
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવૂડના બેસ્ટ કપલમાંથી એક છે.
હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન દીપિકા પાદુકોણે બાળકો માટે પ્લાનિંગ વિશે વાત કરી હતી
દીપિકાએ કહ્યું હતું કે રણવીર અને મને બાળકો ખુબ જ ગમે છે. અમે તે દિવસની રાહ જોઈ રહ્યા છીએ જયારે અમે અમારું પરિવાર શરુ કરીશું.
દીપિકા પાદુકોણે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું, ‘મારો પરિવાર મને જમીન સાથે જોડીને રાખે છે અને મને લાગે છે કે અમે અમારા બાળકોને પણ તે જ શીખવીશું.
આ પછી જયારે દીપિકાને પૂછવામાં આવ્યું કે શું તે મા બનવાની પ્લાનિંગ કરી રહી છે ?
જવાબમાં સૌથી પહેલા તો દીપિકાના ચહેરા પર એક સ્મિત જોવા મળ્યું. ત્યારબાદ તેણે કહ્યું, ‘બિલકુલ,
રણવીર અને મને બાળકો ખુબ જ પસંદ છે. અમે તે દિવસની રાહ જોઈ રહ્યા છીએ જયારે અમે અમારું પરિવાર શરુ કરીશું.’
હાલ દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ ફાઈટરને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે હૃતિક રોશન સાથે જોવા મળશે.
આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રોમાંસની સાથે-સાથે દીપિકા આ ફિલ્મમાં એક્શન કરતી પણ જોવા મળશે.
Deepika મેકર્સે આ ફિલ્મ દ્વારા એરિયલ ફ્રેન્ચાઈઝીની યોજના બનાવી છે અને ફાઈટર આ ફ્રેન્ચાઈઝીની પ્રથમ ફિલ્મ છે. (All Photo Credit Deepika Padukone Insta)