ફ્લોરલ લહેંગામાં જોવા મળી નુસરત ભરૂચા, દિવાળી સેલિબ્રેશન પહેલા દેખાડ્યો ટ્રેડિશનલ અંદાજ
November 10, 2023 18:26 IST

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા તેના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.

આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, 'જશ્ન-એ-દિવાળી'.

આ તસવીરોમાં અભિનેત્રીએ ફ્લોરલ ડિઝાઈન સાથે નારંગી અને ગુલાબી રંગનો લહેંગો પહેર્યા છે.

દિવાળીના અવસર પર પહેરવામાં આવેલા આ હેવી એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

અભિનેત્રીએ આ ડ્રેસ સાથે મેચિંગ ચોકર નેકલેસ સેટ પહેર્યો છે.

અભિનેત્રીએ ડ્રેસ સાથે બન હેરસ્ટાઈલ બનાવી છે.

અભિનેત્રીએ ગ્લોઈંગ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
(ફોટો સ્ત્રોત: @nushrrattbharuccha/instagram)