Dunki Teaser |ડંકી ટીઝર: વિકી કૌશલથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ 16 સ્ટાર્સ શાહરૂખ ખાન અને તાપસીની ડંકીમાં ધૂમ મચાવશે
Dunki Teaser : શાહરૂખ ખાન આજે 2 નવેમ્બરે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. આ ખાસ અવસર ડંકીનું ટીઝર રિલીઝ કરી દેવાયું છે. ત્યારે વિકી કૌશલથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ 16 સ્ટાર્સ શાહરૂખ ખાન અને તાપસીની ડંકીમાં ધૂમ મચાવશે.
Dunki Teaser : શાહરૂખ ખાન આજે 2 નવેમ્બરે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. આ ખાસ અવસર ડંકીનું ટીઝર રિલીઝ કરી દેવાયું છે. ત્યારે વિકી કૌશલથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ 16 સ્ટાર્સ શાહરૂખ ખાન અને તાપસીની ડંકીમાં ધૂમ મચાવશે.
શાહરૂખ ખાન આજે 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ પ્રસંગ પર ચાહકોને ભેટ મળી છે. તેની આગામી ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ કરી દેવાયું છે. ડંકીનું ટીઝર ખૂબ જ રોમાંચક છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.રાજકુમાર હિરાણના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ ડંકી 22મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. પ્રભાસની સાલર પણ તે જ દિવસે રિલીઝ થશે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ડિંકી, શાહરૂખ ખાન અને તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મમાં વિકી કૌશલ અને ધર્મેન્દ્ર પણ છે. ટીઝરમાં વિકી કૌશલનું પાત્ર ખૂબ જ રસપ્રદ લાગી રહ્યું છે.બોમન ઈરાની અને સતીશ શાહ જેવા અનુભવી કલાકારો પણ આ ફિલ્મમાં પોતાની પ્રતિભા દર્શાવતા નજર આવી રહ્યા છે.ઘણી વેબ સિરીઝમાં જોવા મળી ચૂકેલા વિક્રમ કોચર પણ ફિલ્મ ડંકીમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.ટીવી સિરિયલ ભાભી જી ઘર પર હૈમાં મનમોહન તિવારીના રોલથી લોકપ્રિય બનેલા એક્ટર રોહિતેશ ગૌર પણ ડંકીમાં જોવા મળશે.આ તસવીરમાં ફિલ્મની સમગ્ર કાસ્ટની નામ સહિત એક ઝલક જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે પઠાણ અને જવાન પછી વર્ષ 2023માં રિલીઝ થનારી શાહરૂખ ખાનની આ ત્રીજી ફિલ્મ છે.