Hina Khan Short Hair Look: હીના ખાન બ્રેસ્ટ કેન્સરની બીમારીથી ઝઝૂમી રહી છે. આ દરમિયાન પણ હીના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તાજેતરમાં હીના ખાને સેલ્ફી ફોટા શેર કર્યા છે અને ફેન્સ તરફથી ખુભ પ્રશંસા કરવામાં આવી છે.
Hina Khan Short Hair Look હીના ખાન બ્રેસ્ટ કેન્સર ની બીમારીથી ઝઝૂમી રહી છે. ટેલિવિઝન એક્ટ્રેસ હીના થોડાક સપ્તાહ પહેલા ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાની જાણકારી આપી હતી. હાલ હીના ખાનની બ્રેસ્ટ કેન્સરની સારવાર ચાલી રહી છે, જેમાં પ્રથમ કિમોથેરાપી થઇ છે. પહેલી કિમોથેરાપી બાદ તેણે પહેલીવાર પિંક કલરના આઉટફીટમાં શોર્ટ હેર લૂક ફોટો શેર કર્યા હતા. જેમા તેની ગરદનના ભાગે નિશાન દેખાય છે. (Photo: @realhinakhan)
પીડાદાયક કેન્સરની ટ્રિટમેન્ટ વચ્ચે પણ હીના ખાન ખુશ રહેવાના પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન પણ હીના ખાન સોશિયલ મીડિયા એક્ટિવ છે. તાજેતરમાં હીના ખાને ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી ફોટો શેર કર્યા છે. કિમોથેરાપી બાદ પણ હીના ખાન સુંદર દેખાય છે. (Photo: @realhinakhan)
ટેલિવુડ એક્ટ્રેસ હીના ખાન - યે રિસ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલથી લોકપ્રિય થઇ છે. આ સિરિયલમાં તેણે અક્ષરાનું પાત્ર ભજવ્યું હતું. અક્ષરાની ભૂમિકા ભજવી હીના ખાન ઘર ઘર ફેમસ થઇ છે. (Photo: @realhinakhan)
હીના ખાન શોર્ટ હેર લૂક હીના ખાનની સ્તન કેન્સરની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન પણ હીના ખાન સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો પોસ્ટ કરી ફેન્સને અપડેટ આપી રહી છે. તાજેતરમાં હીના ખાને તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શોર્ટ હેર લૂક ફોટા શેર કર્યા છે. (Photo: @realhinakhan)
હીના ખાન - હસતા ચહેરા પાછળ અસહ્ય દર્દ છુપાવવાનો પ્રયાસ હીના ખાને શોર્ટ હેર લૂક ફોટા શેર કર્યા છે જેમા તેણે વ્હાઈટ આઉટફીટ પહેર્યો છે. ક્લાસિક કોલર અને ડબર પોકેટ આઉટફીટમાં હીના ખાને સુંદર પોઝ આપ્યા છે. વ્હાઈટ આઉટફીટ સાથે ગોલ્ડન ઇયરિંગ અને લેધર બેલ્ટ સાથે લુક કમ્પલિટ કર્યો છે. અલબત્ત હીના ખાને હસતા ચહેરા સાથે કેન્સરની બીમારીનું દર્દ છુપાવવાનો પ્રયાસ કર્યો છે. (Photo: @realhinakhan)
હીના ખાન માટે ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના હીના ખાન ટીવી સિરિયલનો જાણીતો ચહેરો છે. કેન્સરની બીમારી વિશે જાણકારી આપતા હીના ખાનના ફેન્સ ચિંતિત છે. હીના ખાને બિગ બોસ 11 સિઝનમાં ભાગ લીધો હતો. આ રિયાલિટી શોમાં હીના ખાને પોતાના વાળને બહુ પ્રેમ કરે છે તે સ્પષ્ટપણે દેખાતુ હતુ. (Photo: @realhinakhan)
હીના ખાને પોતાના વાળ જાતે કાપ્યા હીના ખાન કેન્સરની ટ્રિટમેન્ટ માટે કિમોથેરાપી લીધી છે. પ્રથમ કિમોથેરાપી લીધા બાદ હીના ખાને પોતાના લાંબા સુંદર જાતે કાપ્યા નાંખ્યા છે. સામાન્ય રીતે કિમોથેરાપી બાદ દર્દીના શરીર પરના વાળ આપમેળે ખરવા લાગે છે. (Photo: @realhinakhan)