Janhvi Kapoor Photos: જાન્હવી કપૂર અપકમિંગ મુવી બવાલ ને લઇને ચર્ચામાં છે. બોલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂર આ ફિલ્મમાં અભિનેતા વરૂણ ધવન સાથે સ્ક્રીન શેયર કરી રહી છે. તાજેતરમાં જ બવાલ ફિલ્મનું ગીત દિલો કી ડોરિયા... રિલીઝ કરાયું છે. આ ગીતમાં જાન્હવી સિફેન્સ સાડીમાં ખૂબસુરત લાગી રહી છે. જાન્હવી કપૂરનો સાડી લુક ફેન્સને ઘાયલ કરનાર છે. જાન્હવી કપૂર આ અગાઉ પણ સાડી લુકમાં જોવા મળી છે. આવો અહીં જોઇએ જાન્હવી કપૂરનો સાડીમાં કાતિલ અંદાજ. (ફોટો - ફિલ્મ સ્ક્રિનશોટ)
જાન્હવી કપૂર ગ્રીન સાડી લુકમાં ઘણી જ સુંદર લાગી રહી છે. સિમ્પલ અને એલિગેન્ટ ગ્રીન કલરની સાડીમાં જાન્હવી કપૂર આંખને ગમી જાય એવો લુક આપી રહી છે. જાન્હવી કપૂરે આ સાડી અપકમિંગ મુવી બવાલના ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં પહેરી હતી. (Photo: @janhvikapoor/instagram)
જાન્હવી કપૂર ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. જાન્હવી કપૂરની ફેશન સેન્સ ઘણી આકર્ષક છે. આ તસ્વીરમાં જાહ્નવી કપૂરે ફ્લૂટેડ કોર્સેટ સાથે બ્રાઉન શોટ શિફોન કોન્સેપ્ટ પ્રી ડ્રેપ્ટ સાડી પહેરી છે. (Photo: @janhvikapoor/instagram)
Janhvi Kapoor Pics: આ ફોટામાં બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર અલગ અંદાજમાં દેખાઇ રહી છે. જાન્હવી કપૂર એ સિલ્વર નેટ ક્રિસ્ટલ પ્રી પ્લીટેડ સાડી પહેરી છે. જે તેણીની સુંદરતાને વધુ એમ્બોઝ કરી રહી છે. (Photo: @janhvikapoor/instagram)
Janhvi Kapoor Sari Look: આ તસવીરમાં જાન્હવી કપૂર એ લાઇટ ગ્રીન રંગની પ્રિન્ટેડ સાડી પહેરી કિલર પોઝ આપ્યો છે. બ્રોડ ઓપન બેક બ્લાઉઝ તેણીના લુકને વધુ નિખાર આપી રહ્યો છે. (Photo: @janhvikapoor/instagram)
જાન્હવી કપૂર આ ફોટોમાં ફ્લોરલ પ્રિન્ટવાળી જોર્જેટ ઓફ વ્હાઇટ સાડીમાં સિમ્પલ અને કુલ લાગી રહી છે. સ્માઇલી ફેસ અને ઓપન હેર સાથેનો આ પોઝ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. (Photo: @janhvikapoor/instagram)
Janhvi Kapoor Photos: જાન્હવી કપૂર સાડી લુકમાં ગોર્જિયસ લાગે છે. આ ફોટોમાં જાન્હવી કપૂર લેસ વર્ક બોર્ડર વાળી પીળી સાડીમાં દેખાય છે. અહીં જાન્હવી કપૂરે સ્લીવલેસ બ્લાઉઝ સાથે ટીમઅપ કર્યું છે. (Photo: @janhvikapoor/instagram)
જાન્હવી કપૂર સાડીમાં માતા શ્રીદેવીની યાદ અપાવતી હોવાનું પણ ફેન્સ કહી રહ્યા છે. બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સાડી લુકમાં પોતાના ફોટા શેયર કરે છે. આ ફોટામાં જાન્હવી કપૂર લાઇટ ક્રિમ સીફેન્સ વર્કની સાડી પહેરેલી દેખાય છે. (Photo: @janhvikapoor/instagram)